"સિંહનું બચ્ચું પડે ખરા પણ ખોડ ખાઈને મરે નહીં..... " ફિલ્મ વિક્ટર ૩૦૩ નો આ ડાયલૉગ હાલ ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે. એન્ટરટેઇન્મેન્ટ થી ભરપુર આ રિવેન્જ ડ્રામા ફિલ્મ તારીખ ૩ જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમા આવી રહી છે. વિક્ટર 303નું દિગ્દર્શન અને લેખન સ્વપ્નિલ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં જગજીતસિંહ વાઢેર, અંજલિ બારોટ, અલીશા પ્રજાપતિ, ચેતન ધાનાણી, અભિનય બેંકર અને મયુર સોનેજી સાથે અન્ય કલાકારોએ અભિનય કર્યો છે. આ ફિલ્મ રેખા માંગરોળિયા, કોમલ માંગરોળિયા, હેત્વી શાહ અને વિશાલ વડા વાલા દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં કુલ ચાર ગીત છે જેમાંથી બે ગીતો 'ગુમ' અને 'પંખા ફાસ્ટ કરી લે' રિલીઝ થઈ ચુક્યા છે અને સોશ્યિલ મીડીયામાં ધૂમ મચાવી રહયા છે. 'પંખા ફાસ્ટ કરી લે' તો પુરુષને ડેડિકેટ પ્રથમ આઈટમ સોન્ગ છે. ફિલ્મમાં સંગીત કેદાર - ભાર્ગવ એ આપ્યું છે.
મોરબી પાસે આવેલ માળિયા મિયાણાની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મનું ઘણુંખરું શૂટિંગ કચ્છ અને ભુજ માં કરવામાં આવ્યું છે. જેને પૂર્ણ કરતા આશરે ૨૮ થી ૨૯ દિવસ જેટલો સમય લાગ્યો હતો. આજકાલના આંગણે આવેલ આ ફિલ્મની સ્ટારકાસ્ટ એ ફિલ્મ વિશે વાતચીત કરતા જણાવ્યું હતું કે ટ્રેલર જોતા આ ફિલ્મ નિષ્ફળ લવસ્ટોરી પર આધારિત હોય એવું કોઈકને લાગતુ હશે. પરંતું લવસ્ટોરી એ ફિલ્મ નો માત્ર એક ભાગ જ છે. ફિલ્મનું મુખ્ય પાત્ર વિક્ટર અનાથ છે. પરંતું હાર્ટબ્રેક થયા બાદ તે પોતાની શોધમા નીકળે છે અને તેની શોધની આ સફરમાં તેને પોતા પિતા અને ભૂતકાળ વિશે જાણવા મળે છે.
આ ફિલ્મમાં વિક્ટરનુ પાત્ર મુખ્યભૂમિકામાં છે. વિઠ્ઠલ તિડીથી પ્રખ્યાત થયેલા અને સમંદર તથા કસુંબો ફિલ્મમાં પોતાના અભિનયનો ઓજાસ પાથરી ચૂકેલા અભિનેતા જગજીતસિંહએ વિક્ટરની ભૂમિકા અદા કરી છે. પોતાના પાત્ર વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમનું પાત્ર વિક્ટર નામની વ્યક્તિનું છે કે જે અનાથ છે. તે અંજુને ખૂબ પ્રેમ કરે છે પરંતું અંજુ તેને છોડીને ચાલી જાય છે. અને તેના જીવન માં નવો વાળાંક આવે છે. અને તેને પોતાના અને તેના પિતા વિશે જાણવા મળે છે.
હસ્ટલર્સ જેવી પ્રખ્યાત સિરીઝ અને સાસણ તથા ચબૂતરો નામની ગુજરાતી ફિલ્મમાં અભિનય કરનાર અભિનેત્રી અંજલી બારોટ ફિલ્મ વિક્ટર ૩૦૩મા સોનલ નામની યુવતીની ભૂમિકામાં છે. પોતાના પાત્ર વિશે અંજલીએ જણાવ્યું હતું કે સોનલ એક એવી છોકરી છે કે જે નાનપણથી વિકટર સાથે અનાથ આશ્રમમાં જ ઉછરી છે. તે વિક્ટરને એક તરફી અને નિસ્વાર્થ પ્રેમ કરે છે. જ્યારે તેને વિક્ટર અને અંજુના પ્રેમની ખબર પડે છે ત્યારે પણ તે ખૂબ સપોર્ટીવ રહે છે. આ ફિલ્મમાં વિક્ટરની મુખ્ય ભૂમિકા તો છે સાથે સોનલની પણ અલગ સ્ટોરી વણી લેવામાં આવી છે.
ઉડન છૂ, ફોડી લઈશું યાર ધુંઆધાર જેવી ફિલ્મોથી પ્રસિદ્ધ થયેલી અભિનેત્રી અલીશા પ્રજાપતિ આ ફિલ્મમાં અંજુના પાત્રમાં છે. જેના વિશે તેમણે માંડીને વાત કરતા કહ્યું હતું કે અંજુ વિક્ટરને ખૂબ ચાહે છે પણ પોતાના માતા પિતા ની વિરુદ્ધ જવા નથી માંગતી. તે વિક્ટરને પ્રેમ કરે છે માટે તે હમેશા ખુશ રહે તેવું ઈચ્છે છે.
અત્યાર સુધીમાં ભવેલા પાત્ર કરતા અલગ ભૂમિકા
મરવું ખપે પણ હારવું ન ખપે વિચારધારા વાળું પાત્ર મે અત્યારસુધી ભજવેલા પાત્ર કરતા ઘણું અલગ છે. વિક્ટર પોતાના લોકો માટે કંઈપણ કરી છૂટવાની નેમ ધરાવે છે. તેના જીવનમાં અનેક ચડાવ ઉતાર આવે છે. તેનો ઉછેર અનાથઆશ્રમમા થયો છે. તેને પોતાના માતા પિતા, પરિવાર વિશે કોઈ માહિતી નથી. પોતે ક્યાં સમાજ માંથી આવે છે? તેનું જન્મસ્થળ ક્યું છે? વગેરે વિશે કંઈ ખબર નથી. પરંતું નિષ્ફળ લવસ્ટોરી પછી તેના જીવનમાં નવા નવા અનેક વળાંકો આવે છે જેના કારણે તેના જીવનમાં પણ અનેક પરિવર્તન આવે છે. તેના પિતા કોણ હતા? એ વિશે માહિતી મળતા તે પિતાનો બદલો લે છે.
રાજકોટવાસીઓ માટે તો આ ઘરની જ ફિલ્મ છે...
આ ફિલ્મ ના લેખક અને દિગદર્શક એવા સ્વપ્નિલ મહેતા રાજકોટના છે, પ્રોડકશન હાઉસ રીસેટ
એન્ટરટેઇન્મેન્ટ પણ રાજકોટનું છે. ફિલ્મના પ્રોડ્યુસર વિશાલ વદા વાળા પણ રાજકોટના જ છે. આ ઉપરાંત આ સંપૂર્ણ ફિલ્મ માળિયા મિયાણા ની પૃષ્ઠભૂમિ પર આધારિત હોવાથી સૌરાષ્ટ્ર ની સંસ્કૃતિ ખૂબ જ સરસ રીતે દર્શાવામાં આવી છે. આ બાબત વિશે ટિપ્પણી કરતા ચેતન ધાનાણીએ તો એમ પણ કહ્યું હતું કે હવે અમે પણ ઘણા ખરા રાજકોટિયન થઈ ગયા છીએ.
ફાઈટ સીકવન્સથી ભરપુર મસાલા ફિલ્મ
વિક્ટર ૩૦૩ ફિલ્મ ફાઈટ સીકવન્સથી ભરપુર છે એમ જણાવતા જગજીતસિંહએ ઉમેર્યું હતું કે ગુજરાતી ફિલ્મમા ફાઇટિંગ તો હોય પણ એ કન્કલુઝન ફાઇટિંગ ના બદલે ફિલ્મમાં નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. ચેતન ધાનાણીએ કહ્યું કે જો આ પ્રકારની ફિલ્મો લોકો પસંદ કરશે તો ભવિષ્યમાં આ પ્રકારની અન્ય ફિલ્મો બનાવવાની તેમની ઈચ્છા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech