બોલિવુડ અભિનેતા વિક્કી કૌશલે ફિલ્મ છાવા કરવા માટે કરોડો રુપિયાની ફી લીધી છે.તે છાવા માટે ભરપુર પ્રમોશન કરી રહ્યો છે. છાવા ફિલ્મનું ટ્રેલર ચાહકોને ખુબ પસંદ આવ્યું હતુ હવે ચાહકો ફિલ્મ જોવા માટે આતુર છે.વિક્કી કૌશલ છાવા ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજનો રોલ નિભાવી રહ્યો છે. રિપોર્ટ મુજબ વિક્કી કૌશલે આ પાત્ર નિભાવવા માટે અંદાજે 10 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.
વિક્કી કૌશલની સાથે છાવા ફિલ્મમાં રશ્મિકા મંદાના જોવા મળશે. જેમાં તે યેસુબાઈ ભોંસલેના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રીએ 4 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.
બોલિવુડ ફિલ્મ છાવામાં અભિનેતા આશુતોષ રાણા સરસેનાપતિ હંબીરાવ મોહિતના પાત્રમાં જોવા મળશે. જેના માટે તેમણે 80 લાખ રુપિયા મળ્યા છે.દિવ્યા દત્તા છાવામાં સોયરાબાઈનું પાત્ર નિભાવી રહી છે. આ ભૂમિકા માટે તને 45 લાખ રુપિયા મળ્યા છે. છાવા ફિલ્મમાં તેની ભૂમિકા મહત્વની છે.
દર્શયમ 2 બાદ અક્ષય ખન્ના છાવામાં જોવા મળશે. છાવા ફિલ્મમાં અક્ષય ખન્ના ઔરંગજેબની ભૂમિકામાં જોવા મળશે. જેના માટે તેમણે અંદાજે 2 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.વિક્કી કૌશલ અને રશ્મિકા પહેલી વખત સ્ક્રિન શેર કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ 14 ફ્રેબુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
June 03, 2025 03:05 PMવિપક્ષી દળોની બેઠકમાં 16 પાર્ટીએ ભાગ લીધો, આપ-એનસીપી દૂર રહી
June 03, 2025 03:02 PMસગીરા સાથે બળજબરી-પજવણી કરનાર શખ્સને પાંચ વર્ષની કેદ
June 03, 2025 02:55 PMશેરબજારમાં અચાનક ભૂકંપ, સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો
June 03, 2025 02:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech