વેરાવળ બજાજ ડિલરે ૧૮૦ બાઈક ગેરકાયદે વેચી આરટીઓ સહિતના ટેકસની ચોરી કરી?

  • May 17, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વેરાવળમાં કાર્યરત વેસ્ટર્ન બજાજ ટુ–વહીલરની ડીલરશીપ પેઢી દ્રારા આચરવામાં આવેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેના પગલે ગાંધીનગર આરટીઓ કમિશનરએ અઠવાડિયા માટે ડીલરશીપનું ટ્રેડ સર્ટિફિકેટ રદ્દ કરવાનો આદેશ આપતા ચકચાર પ્રસરી છે.
આ સમગ્ર કૌભાંડ મામલે જૂનાગઢ આરટીઓ અધિકારી અપૂર્વ પંચાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૨૪માં જૂનાગઢ આરટીઓની ટીમે કેશોદમાં વેરાવળ વેસ્ટર્ન બજાજની કેશોદ ખાતેની સબ ફર્મ વેસ્ટર્ન ઓટો એજન્સી પર દરોડા પાડા હતા. તપાસમાં ટ્રેડ સર્ટિફિકેટ વગર ગેરકાયદેસર રીતે વેરાવળ વેસ્ટર્ન બજાજની ડીલર શીપના ટ્રેડ સર્ટિફિકેટ પર વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવેલ અને ૧૮૦ જેટલા બાઈકોનું ગેરકાયદે વેચાણ કર્યાની એજન્સીના સંચાલકે કબૂલાત આપી હતી. જેથી સમગ્ર પ્રકરણ ગાંધીનગર આરટીઓ કમિશનર કચેરીમાં મોકલવામાં આવ્યું હતું.
જૂનાગઢ આરટીઓની દરખાસ્ત બાદ ગાંધીનગર આરટીઓ કમિશનરે કાર્યવાહી હાથ ધરી વેરાવળ વેસ્ટર્ન બજાજ ડીલરનું ટ્રેડ સર્ટિફિકેટ સાત દિવસ માટે રદ્દ કયુ છે. કેશોદમાં બજાજના વાહનોનું ગેરકાયદે વેચાણ કરવાનું નેટવર્ક ઝડપાયું હતુ. જેમાં વેરાવળ વેસ્ટર્ન બજાજ ડીલર દ્રારા બોગસ બિલો બનાવીને વાહનોનું વેચાણ કરવામાં આવતું હતું.આરટીઓ દ્રારા કૌભાંડનો પર્દાફાશ કરતા રાય સરકારનું જીએસટી વિભાગ પણ હરકતમાં આવ્યું છે. કેશોદની વેસ્ટર્ન ઓટો એજન્સીનું જીએસટી લાયસન્સ પણ રદ્દ કરવામાં આવ્યું છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
તો બીજી તરફ ગીર સોમનાથ આરટીઓ દ્રારા પણ વેરાવળ વેસ્ટર્ન બજાજના ડીલરને ૧૮૦ બાઇકના ગેરકાયદે વેંચાણ બાબતે  કમિશનર ગાંધીનગરની સૂચના અન્યવે દડં વસુલ કરવા નોટિસ ફટકારી છે. આમ વેરાવળ વેસ્ટર્ન બજાજ ના ડીલર ની ગેરરીતિ મામલે સંબંધિત વિભાગ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ચર્ચા જાગી છે.
આ સમગ્ર મામલે વેરાવળ વેસ્ટર્ન બજાજ ડીલર શીપના સંચાલક કૃણાલભાઈ અને અંકુરભાઈ શાહનો સંપર્ક કરતાં બન્નેએ આ મામલે હાલ કોઈ નિવેદન કે ખુલાસો આપવાનો ઈન્કાર કર્યેા હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application