પોરબંદરમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીએ ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની જિલ્લા ઉજવણીનો શુભારંભ શીતલા ચોક સ્ટેટ લાઇબ્રેરીની આંગણવાડી ખાતેથી કરાવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ કડીના ભાગપે સપ્ટેમ્બર-૨૦૨૪માં સાતમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે,રાજયમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોષણ માસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો.પોરબંદર જિલ્લામાં સપ્ટેમ્બર માસની તા.૧ થી તા.૩૦ દરમિયાન પોષણ માસની ઉજવણી અંતર્ગત જાગૃત્તિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમોમાં એનિમિયા, ગ્રોથ મોનીટરીંગ,પુરક આહાર,પોષણ ભી પઢાઈ ભી સહિતના વિષયોને આવરી લેવાશે,જે સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા ટેકનોલોજી અને સર્વગ્રાહી પોષણ થીમ પર જાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠકકરના અધ્યક્ષસ્થાને સ્ટેટ લાઈબ્રેરી ખાતે આંગણવાડીમાં પોષણ માહની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ સમગ્ર માસ દરમિયાન ખરાઅર્થમાં થીમ આધારિત પ્રવૃત્તિ થકી સરકારના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા માટે આયોજનબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા હોવાનું જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરે જણાવ્યું હતું. ખાસ કરીને પોષણને લગતી તમામ પ્રવૃત્તિ જિલ્લાના દરેક આંગણવાડી કેન્દ્ર પર કરવામાં આવી રહી છે.પોષણ માસના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંગેની સગર્ભા મહિલાઓને કીટ અપાઇ તેમજ હેન્ડ વોશિંગનો કાર્યક્રમ અને પોષણ માસની ઉજવણી અંતર્ગત શપથ લેવામાં આવ્યા હતા.આ તકે આઈ.સી.ડી.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા સહિત આંગણવાડી બહેનો અને મોટી સંખ્યામાં કિશોરીઓ મહિલાઓ બાળકો હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech