ભાદર યોજના આધારીત ભાદર ડેમ થી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઇપલાઈન ઘણી જ જૂની હોવાના કારણે અલગ-અલગ સ્થળ પર લીકેજ રીપેરીંગ કામગીરી હાથ ધરવાની હોય, તા.14-2-2024ને બુધવારના રોજ વાવડી હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો જેમાં વોર્ડ નં.11(પાર્ટ), અને વોર્ડ નં.12(પાર્ટ)) તથા તા.15-2-2024ને ગુરૂવારનાં રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો પૈકીના ઢેબર રોડનાવોર્ડ નં.7 (પાર્ટ), 14 (પાર્ટ) 17 (પાર્ટ) તેમજ નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં વોર્ડ નં.18 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.
વિશેષમાં મહાપાલિકાના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી તા.14 ફેબ્રુઆરીને બુધવારે વોર્ડ નં.11 (પાર્ટ) અંબિકાટાઉનશીપ તેમજ વોર્ડ નં.12(પાર્ટ)માં વાવડી ગામ, વિશ્વકમર્િ સોસાયટી, મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્ન, જે.કે.સાગર, વૃંદાવન વાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
તા.15 ફેબ્રુઆરીના રોજ ગુરુકુળ ઝોન આધારિત ઢેબર રોડ સાઈડનાં આધારિત વિસ્તારો જેમાં વોર્ડ નં.7 પાર્ટમાં ભક્તિનગર સ્ટેશન પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. આ ઉપરાંત વોર્ડ નં.14(પાર્ટ)માં વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક સહિતના વિસ્તારો તેમજ વોર્ડ નં.17 (પાર્ટ)ના વિસ્તારોમાં નારાયણ નગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીવર્દિ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ તેમજ નારાયણનગર આધારિત વિસ્તારોમાં ઇસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.18 પાર્ટના ખોડીયારનગર, હીંગળાજનગર, હરીદ્વાર-1, હરીદ્વાર-2, ગુજરાત હાઉસીંગ બોર્ડ, નારયણનગર, ચંદ્રેશનગર, મચ્છોનગર, નુરાનીપરા, દોલતપરા, નાગબાઇ પરા, શિવમ ખાડો, શીતળાધાર, રેઇલવે બોર્ડ ક્વાટર્સ, શુભમપાર્ક, સીતારામ સોસાયટી, સોલ્વંટ ક્વાટર્સ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech