વડિયામાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ ગોંડલ સ્થિત પતિ સહીત સાસરિયા સામે પોલીસમાં શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગોંડલના વૃંદાવન–૦૧ સોસાયટીમાં રહેતા પતિ ધ્રૃવ અભયભાઇ યાજ્ઞીક, સસરા અભયભાઇ ઈશ્વરલાલ યાજ્ઞીક, સાસુ મનીષાબેન, નણદં પલકબેન અભયભાઇ યાજ્ઞીક સામે આઇપીસીની કલમ ૪૯૮(એ), ૫૦૪, ૩૨૩, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.
વડિયામાં માવતરના ઘરે રહેતી ખુશાલીબેન (ઉ.વ.૨૨)નામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૪માં ગોંડલ રહેતા ધ્રુવ અભયભાઈ યાજ્ઞિક સાથે જ્ઞાતિના રીત રિવાજ સાથે થયા છે અને સાસુ, સસરા અને નણદં સાથે સંયુકત કુટુંબમાં રહેતી હતી. થોડો સમય મને સારી રીતે રાખ્યા બાદ સાસુ કરિયાવર બાબતે મેણાંટોણાં મારી તને કાંઈ આવડતું નથી, તું અમને કયાં ભટકાઈ ગઈ છો, ગોંડલમાં ફઈ અને કાકા રહેતા હોઈ તેના ઘરે પણ જવા દેતા નહતા અને પતિ અવાર–નવાર નશો કરો ઘરે આવી મારા માતા–પિતા સાથે ફોનમાં વાત પણ કરવા ની ના પાડતા હતા.અને તા.૧૦–૩ના પતિએ મારી સાથે ઝગડો ક્રરી મારમાર્યેા હતો અને કહેવા લાગ્યા હતા કે તારા બાપેતને શું આપ્યું છે ? તારો બાપ ભિખારી છે, આથી મેં તેને કહ્યું કે, મારા પિતાએ સોનાનો ચેઇન તમને આપ્યો છે તો ગુસ્સો કરી ગાળાગાળી કરી ચેન તોડી નાખી વધુ કહેવા લાગ્યા હતા કે, મારા માસીના દીકરાના લ હમણાં થયા છે એને ૮૦,૦૦૦ની ઘડિયાળ આપી છે, આમ ઉશ્કેરાઈ ઢીકાપાટુનો મારમારવા લાગતા હત્પં રાડારાડી કરવા લાગી હતી દરમિયાન સાસુ આવી જતા તેને લાફો મારી લીધો હતો. મારા દીકરાને કાંઈ કહીશ અને ટેન્શન આપીશ તો ચીરી નાખીશ, સસરા પણ ત્યાં હોઈ એ કહેવા લાગ્યા હતા કે બોલવાનું ન હોઈ કરીને બતાવાનું હોય, થોડો સમય સુધી મેં બધું બરાબર થઇ જશે એમ માની ત્રાસ સહન કર્યેા હતો. ફરી તા.૧૬–૪ના નણંદે કરીવાર બાબતે મેણાંટોણાં મારી ઝગડો કરી મને પકડી રાખી હતી અને પતિ અને સાસુએ સીડી ઉપર ઢસડી બાથમમાં પુરી દીધી હતી ત્યારે માથામાં લાગી જતા મને દવાખાને પણ જવા દીધી નહતી. આ બાબતે મારા પિતાને વાત કરતા મારા પિતા આવ્યા હતા અને મારી દીકરીને ત્રાસ શુકામ આપો છો કહેતા પતિ, સસરા ઉશ્કેરાઈ જઈ તારી દીકરીને તારી પાસેજ રાખ જે, તમને બધાને જોઈ લેશું, ભલે ગુંડા મોકલવા પડે, સારી રીતે રહેવા નહીં દઈએ કહી ધમકી આપી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હઠળ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech