ભારતીય કૃષિમાં એઆઈનો ઉપયોગ: સત્ય નડેલાએ વીડિયો શેર કરતા ઈલોન મસ્ક બન્યા ખેડૂતોના ફેન

  • February 25, 2025 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
એઆઈની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે, કેટલાક તેના ગુણગાન ગાઈ રહ્યા છે, તો કેટલાક તેનાથી થતા જોખમો વિશે વાત કરી રહ્યા છે. કેટલાક ભારતીય ખેડૂતો ખેતીમાં એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે, જેની માહિતી માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ આપી છે. આ પછી, ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક પણ આ ખેડૂતોના ચાહક બની ગયા અને તેમણે નડેલાની પોસ્ટ ફરીથી શેર કરી.


સત્ય નડેલાએ એક્સ પ્લેટફોર્મ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરી મહારાષ્ટ્રના નાના ખેતરોમાં ઉત્પાદન વધારવામાં એઆઈની સકારાત્મક અસર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ની ભૂમિકા વિશે વાત કરી.


વિડીયોમાં, નડેલા કહે છે કે, હું નાના ખેડૂતોનું ઉદાહરણ આપવા માંગુ છું જેઓ બારામતી (મહારાષ્ટ્ર) સહકારીનો ભાગ હતા, જ્યાં તેમણે આ શક્તિશાળી ટેકનોલોજી અપનાવી હતી. એક નાના જમીનમાલિકે પોતાની ખેતી સુધારી છે. અહીં રસાયણોનો ઉપયોગ ઓછો થયો, પાણીનો વપરાશ સુધર્યો અને અંતે તેમણે જે આંકડા શેર કર્યા તે આશ્ચર્યજનક હતા.


નડેલા વિડીયોમાં સમજાવે છે કે હવામાન, માટી, ડ્રોન અને ઉપગ્રહોના ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે અને ખેડૂતોને તેમની પોતાની ભાષામાં વાસ્તવિક સમયની માહિતી મળે છે. આ સમગ્ર ડેટા માઇક્રોસોફ્ટના એઝ્યુર ડેટા મેનેજર દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે, ત્યારબાદ તે મોબાઇલ એપ્લિકેશન દ્વારા સરળ અને દૈનિક રેકામેન્ડેશન આપે છે. એઝ્યોર ડેટા મેનેજર ખાસ કરીને કૃષિ માટે બનાવાયેલ છે.



અહેવાલમાં જણાવ્યા મુજબ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા પછી પરિણામો જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રમાં એઆઈની મદદથી એક એકર જમીનની ખેતી કરવામાં આવી હતી, ત્યારબાદ તે વધુ હરિયાળી બની હતી અને ત્યાં વધુ પાક જોવા મળ્યા હતા. સંશોધન દર્શાવે છે કે એઆઈ આધારિત ખેતીથી ઉત્પાદનમાં ભારે ફાયદો થયો છે. વધુમાં, ઓછું પાણી અને રસાયણોનો ઉપયોગ થયો. આના પરિણામે ઉત્પાદનમાં પણ સારો વધારો થયો છે.



કૃષિ વિકાસ ટ્રસ્ટ બારામતીએ તેના 2024 કૃષિ મહોત્સવ દરમિયાન એઆઈ -સક્ષમ ખેતી રજૂ કરી. આમાં ટામેટા અને ભીંડા જેવા પાક દર્શાવવામાં આવ્યા હતા. આ ખ્યાલને ભવિષ્યના ખેતર તરીકે વર્ણવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઘણા ખેડૂતોએ રસ દાખવ્યો અને 20 હજાર ખેડૂતોએ પણ તેમાં ભાગ લીધો.


જાન્યુઆરીમાં માઇક્રોસોફ્ટે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રારંભિક પરીક્ષણમાં 1,000 ખેડૂતોએ ભાગ લીધો હતો, જેમાંથી 200 ખેડૂતોએ એઆઈની મદદથી શેરડીનું વાવેતર કરી દીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application