ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત નાથનશાહ વલી આશહાબા પીરના ઉર્ષ મુબારકનો કાર્યક્રમ સોમવાર તા. 5 ના રોજ યોજવામાં આવ્યો છે.
ઉર્ષ મુબારકના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ રવિવાર તા. 4 ના રોજ રાત્રે ઈસાની નમાઝ બાદ મજલીસનું આયોજન કરાયું છે. 24 માં ઉર્ષ મુબારકના આ પ્રસંગે સોમવારે બપોરે 2:30 વાગે સંદલ શરીફ કંચનપુર ગામમાંથી દરગાહ શરીફ સુધી જશે. સાંજે 4 વાગ્યે ચાદર શરીફ અને 5 વાગ્યે આમ ન્યાઝ ઉપરાંત 4 વાગ્યે ઘોડાની રેસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમના અંતમાં સોમવારે રાત્રે 10 વાગ્યે જાણીતા કવ્વાલ સલીમ જાવીદનો કવાલી મુકાબલાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા સમસ્ત સુન્ની મુસ્લિમ સુમરા જમાત - કંચનપુર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech