વકફ બિલ અંગે રચાયેલી સંસદની સંયુકત સમિતિની આજે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને ભાજપના સાંસદ નિશિકાંત દુબે વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. આ પછી બેઠક થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કલ્યાણ બેનર્જીએ પૂછયું કે આટલી ઉતાવળમાં બેઠક કેમ બોલાવવામાં આવી છે. નિશિકાંત દુબેએ આ અંગે વાંધો ઉઠાવ્યો. આ પછી બંને નેતાઓ વચ્ચે ઉગ્ર દલીલ થઈ. વિવાદ વધ્યા બાદ ૧૦ વિપક્ષી સાંસદોને સમિતિમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેઠક ૨૭ જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી.
પ્રા માહિતી અનુસાર, કાશ્મીરના ધાર્મિક વડા મીરવાઇઝ ઉમર ફાક આજે વકફ સુધારા બિલ પર સંસદીય સમિતિ સમક્ષ હાજર થશે અને ડ્રાટ બિલ સામે પોતાનો વાંધો વ્યકત કરશે.
ભાજપના નેતા જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની વકફ સુધારા બિલ પરની સંયુકત સમિતિએ વિપક્ષી નેતાઓ દ્રારા વ્યકત કરાયેલા વાંધાને પગલે ડ્રાટ કાયદા પરની ચર્ચા આગામી અઠવાડિયા સુધી મુલતવી રાખી છે. સમિતિ સોમવારે બિલ પર વિગતવાર વિચારણા કરશે. મીરવાઇઝ ઉપરાંત, સમિતિ આજે લોયર્સ ફોર જસ્ટિસ જૂથના મંતવ્યો પણ સાંભળશે.
બીજી તરફ યુડીએફ સાંસદ ફ્રાન્સિસ યોર્જ, જેમણે વકફ (સુધારા) બિલ ૨૦૨૪ માટે પોતાનો ટેકો જાહેર કર્યેા હતો, તેમણે ગઈકાલે પોતાના નિવેદનથી પીછેહઠ કરી. તેમણે કહ્યું કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. અગાઉ તેમણે કહ્યું હતું કે એક જનપ્રતિનિધિ અને રાજકીય પક્ષના પ્રતિનિધિ તરીકે તેઓ નવા બિલને સમર્થન આપશે. લોકસભામાં કોટ્ટાયમના સાંસદ યોર્જે કહ્યું કે તેમણે કયારેય કહ્યું નથી કે તેઓ વકફ સુધારા બિલને સમર્થન આપશે. તેમણે સ્પષ્ટ્રતા કરી કે તેમનો વલણ યુડીએફ અને કોંગ્રેસ જેવો જ છે. જેમણે કેરળ વિધાનસભામાં વકફ કાયદામાં સુધારો કરવાના કેન્દ્રના નિર્ણય વિદ્ધ ઠરાવને સમર્થન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech