ઉપલેટા પોસ્ટ ઓફિસના કલાર્કે પોસ્ટ ઓફિસના ગ્રાહકોના બોગસ ડોકયુમેન્ટના આધારે ખાતા ખોલી તેમાં પોસ્ટ વિભાગમાં પડેલી સરકારી નાણાની રકમ જમા કરી બાદમાં ખોટી સહી કરી પૈસા ઉપાડ લીધા હતા. હિસાબમાં ગરબડ આવતા આ બાબતે ખાતાકીય તપાસ શ કરવામાં આવી હતી અને કલાર્કની સસ્પેન્ડ કરી દેવાયો હતો. ખાતાકીય તપાસમાં પોસ્ટ ઓફિસના કલાર્કે પિયા ૧.૬૪ લાખની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આ અંગે પોસ્ટ ઓફિસના સબ ડિવિઝનલ ઇન્સ્પેકટર દ્રારા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં કલાર્ક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી પોસ્ટલ સબ ડિવિઝન ખાતે સબ ડિવિઝનલ ઇન્સ્પેકટર તરીકે અઢી વર્ષથી ફરજ બજાવનાર કાસમભાઇ અલીભાઈ થરિયાણી(ઉ.વ ૪૪ રહે. ભગવતપરા, ગોંડલ) દ્રારા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ઉપલેટા પોસ્ટ ઓફિસના પોસ્ટલ આસિસ્ટન્ટ કલાર્ક બલદેવ મનોજભાઈ ગામોટ (રહે. વરજાંગજાળીયા, હાલ ઉપલેટા) વિદ્ધ .૧, ૬૪,૫૦૦ ના સરકારી નાણાની ઉચાપત અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરીયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉપલેટા પોસ્ટ ઓફિસ તેમના વિભાગમાં આવતી હોય ગત તા. ૧૯૩ળ૨૦૨૪ ના ગોંડલ ઓફ પોસ્ટ ઓફિસ ગોંડલ ડિવિઝન તરફથી તેમને લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે, ઉપલેટા પોસ્ટ ઓફિસમાં સ્ટાફના ધ્યાન ઉપર આવ્યું છે કે, પોસ્ટ ઓફિસમાં પડેલી સરકારી નાણાની રકમનો સરવાળો મળતો નથી જેથી કોઈ ગડબડ થયાનું જણાય છે. જેથી આ અંગે ખાતાકીય તપાસ ફરિયાદીને સોંપવામાં આવી હતી. ઇન્કવાયરી દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઉપલેટા પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ કલાર્ક તરીકે ફરજ બજાવતા બલદેવ ગામોટે તા. ૨૨૬૨૦૨૦ થી તા. ૨૩૩૨૦૨૪ ની પોતાની ફરજ દરમિયાન બનાવટી પુરાવો આપીને બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં પડેલ જમા રકમમાંથી ખોટા સેવિંગ ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલી સરકારી નાણાંની ઉચાપત કરી છે. તેવું પ્રાથમિક દ્રષ્ટ્રિએ જણાઇ આવતા જે તે સમયે આસિસ્ટન્ટ કલાર્ક બલદેવ ગામોટને સસ્પેન્ડ કરી કરી દેવાયો હતો.
ત્યારબાદ આ બાબતે ખાતાકીય તપાસમાં ઐંડાણપૂર્વક તપાસ કરતા માલુમ પડું હતું કે, ઉપલેટા પોસ્ટ ઓફિસમાં તા. ૧૧૧૧૨૦૨૩ ના ગ્રાહક એસ.ડી.ડાંગરના નામે તેમની જાણ બહાર અને સહી વગર તેમના ડોકયુમેન્ટ મેળવી ઉપલેટ આ પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલી તેમાંથી કાલરીયા બ્રાન્ચ ઓફિસની સિસ્ટમમાં પડ પડેલી રકમમાંથી રકમ ઉપાડી આરોપી અન્ય ખાતામાં રકમ જમા કરી તે રકમ મેળવી લીધી હતી આ જ પ્રકારે તા. ૧૫૧૧૨૦૨૩ ના એમ.એન.ધ્રાંગાના નામના ખાતેદારની જાણ બહાર તેમનું ખાતું ખોલી ખોટી સહી કરી રકમ મેળવી પોસ્ટ ઓફિસ માંથી રકમ મેળવી લે આ રકમ ઉપાડી લીધી હતી. આમ આરોપી બલદેવ ગામોટે તારીખ ૨૨૬૨૦૨૦ થી તારીખ ૨૦૩૨૦૨૪ ના સમયગાળા દરમિયાન તેણે એસ.બી. પી ઉપલેટા પોસ્ટ ઓફિસ પોતાની એ બનાવટી પુરાવા આપીને બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં પડેલ જમા રકમમાંથી ખોટા સેવિંગ ખાતા ઉપલેટા પોસ્ટ ઓફિસમાં ખોલીને પિયા૧,૬૪,૫૦૦ ના સરકારી નાણાંની ઉચાપત કરી હતી. જેથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આસિસ્ટન્ટ કલાર્ક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech