ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં કરાર આધારિત પટ્ટાવાળાની નોકરી કરતા આહીર યુવાને અગમ્ય કારણોસર ડયુટી પુુરી કયાૃ બાદ હોસ્પિટલમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લેતા કર્મચારીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આપઘાત કરનાર યુવાન પાસેથી સ્યૂસાઇટ નોટ મળી આવતા પોલીસે સ્યૂસાઇટ નોટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના આહિર યુવાન પિયુષ મેરામણભાઇ વાઢિયા સિવિલ હોસ્પિટલમાં કરાર આધારીત પટ્ટાવાળાની નોકરી કરે છે. પિયુષ રવિવારે સવારથી બપોરના બે વાગ્યા સુધી ડયુટી પર હાજર રહી ડયુટી પુરી કરી હોસ્પિટલના રૂમ નં.૩માં જઇ ઝેરી દવા પી લેતા તેનું મોત થયું હતું. પિયુષે ઝેરી દવા પીતા પહેલા રૂમ નં.૩ને અંદરથી બધં કરી દીધો હતો. ઝેરી દવા પીવાથી ભારે ઉલ્ટી થતાં તે બાથરૂમ તરફ ગયો હતો. જયારે રૂમ નંબર ૩ને બીજી ચાવીથી ખોલતા તેમાં પિયુષનો મૃતદેહ અર્ધેા બાથરૂમમાં અને અર્ધેા રૂમમાં પડયો હતો. આથી ફરજ પરના ડોકટરોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તપાસ કરતા એક સ્યુસાઇડ નોટ મળી આવી તે પોલીસે કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે સ્યુસાઇડ નોટમાં તેને નસગના અભ્યાસ બાદ બે શખસોને દોઢ લાખ રૂપિયા આપ્યા હતાં પણ તેમાં તે છેતરાયો હોવાનું જણાઇ આવતા આ પગલું ભયુંર્ હોવાનું જણાઇ આવે છે. કદાચ પિયુષ સામે બન્ને શખસોે ફ્રોડ કરતા તેમાં હતાશ થઇને પણ ઝેરી દવા પી લીધી હોવાનું અનુમન થઇ રહ્યું છે. પિયુષ પરણીત હોવાનું તેને સંતાનમાં એક પુત્ર હોવાનું પણ જાણવા મળે છે. અભ્યારે તો પોલીસે એન.સી. લઇ પિયુષ વાઢિયાએ કયા કારણોસર આપઘાત કરી લીધો છે તે દિશામાં સ્થાનિક પીઆઇ બી.આર.પટેલ તપાસ હાથ ધરી છે. આ અંગે પીઆઇ બી.આર.પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે હાલ આમા ગુ રાહે તપાસ હાથ ધરી છે. આપઘાત કરવાનું સાચુ કારણ શું છે તેની સ્યુસાઇડ નોટ કબજે લેવાઇ છે તેને તેમજ અન્ય કારણોની તપાસ હાથ ધરાઇ છે, ત્યારબાદ આપઘાતનું ચોકકસ કારણ જણવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech