હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમજ ઠંડીથી રાહત મળી શકે છે. આજથી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ગુજરાતના અનેક ભાગોમાં 22, 23 અને 24 જાન્યુઆરીએ વાદળો છવાય તેવી સંભાવના છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. 24 જાન્યુઆરીથી રાજ્યમાં ફરી કાતિલ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે. ઠંડા પવનો ફૂંકાવવાની સાથે તીવ્ર ઠંડી પડશે. હવામાનની વિપરિત અસરથી ખેતીના પાકો પર અસર થશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીથી રાહત મળે તેવી શક્યતા છે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી ઘટી શકે તેવી સંભાવના છે. બે દિવસ બાદ લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં રહ્યું છે. ત્યારે દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાવાથી તાપમાનમાં વધારો થયો છે.
રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, મોરબી, પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, કચ્છ, મહીસાગર, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
શિયાળામાં બેવડી ઋતુનો અનુભવ
પવનોની દિશા બદલાતા બેવડી ઋતુની અસર થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. જેમાં બે દિવસ લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે સાથે સાથે રાજ્યમાં પૂર્વથી દક્ષિણ પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યાં છે,
ક્યાં કેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 17 ડિગ્રી, ગાંધીનગરમાં 16.2 ડિગ્રી, નલિયામાં 11.2 ડિગ્રી, કેશોદમાં 14.3 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી, રાજકોટમાં 16.4 ડિગ્રી, ભુજમાં 15.6 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ડીસામાં 14.2 ડિગ્રી, પાલનપુરમાં 15.4 ડીગ્રી તાપમાન નોંધાયું છે.
આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યારસુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી. છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
બપોરના સમયે ગરમી પણ પડી શકે છે
બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech