ખંભાળીયા રોડ પર જુની આર.ટી.ઓ.ચેક પોસ્ટ નજીક ‘શ્રી વલ્લભાચાર્યનગર’ લાલ પરિવારની વાડી ખાતે મહાયજ્ઞનો શુભારંભ: તા. ૩૦ ના પૂર્ણાહુતિ: તૈયારીઓને અપાતો આખરી ઓપ: પદ્મભૂષ્ાણ પ. પૂ. ગો. ડો. ગોકુલોત્સવજી મહારાજ (ઈંદોર) ની નિશ્રામાં સંપન્ન થશે મહાયજ્ઞ
છોટી કાશી જામનગરના આંગણે આવતીકાલથી છ દિવસ માટે અભૂતપૂર્વ ધર્મકાર્યનો લાભ મળશે. એચ.જે.લાલ પરિવાર આયોજીત મહાસોમયાગ-વિષ્ણુગોપાલ મહાયાગનો તા.રપ ના સવારથી શુભારંભ થશે.
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જેનું અદકેરૂં મહાત્મય છે તેવા શ્રી વિરાટ વાજપેય બૃહસ્પતિ મહાસોમયાગ અને શ્રી વિષ્ણુગોપાલ મહાયાગ તા.રપ થી તા.૩૦ જાન્યુઆરીના દિવસોમાં સંપન્ન થશે. શહેરના ખંભાલીયા રોડ પર જુની આર.ટી.ઓ. ચેક પોસ્ટ નજીક આવેલી એચ.જે.લાલ પરિવારની વાડી ખાતે ઉભા કરાયેલા વિશાળ ‘શ્રી વલ્લભાચાર્યનગર’ ખાતે થનારા આ સોમયજ્ઞના યજમાન તરીકે હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) લાભ લઈ રહ્યો છે.
દેશ-દેશાવરમાં ૧૪૪ સોમયજ્ઞ કરનારા ઇંંદોરના પહ્મશ્રી-પહ્મભૂષ્ાણ પૂજયપાદ ગોસ્વામી શ્રી ગોકુલોત્સવજી મહારાજ આ ૧૪પ મો સોમયજ્ઞ કરાવશે. તેઓની સાથે સોમયજ્ઞ સમ્રાટ પૂ.પા.ગોસ્વામી વ્રજોત્સવજી મહોદયશ્રી (અભિનવાચાર્ય) અને પૂ.પા.ગો.ચિ. ઉમંગરાયજી બાવા પણ આ યજ્ઞ કાર્યમાં જોડાશે.
જામનગર શહેરમાં સર્વપ્રથમ વખત થઈ રહેલ આ પ્રકારના શાસ્ત્રોક્તવિધી મુજબના સોમયજ્ઞની પ્રદક્ષ્ાીણા ર૪ કલાક કરી શકાશે. જયારે યજ્ઞનો સમય દરરોજ સવારે ૯ થી ૧૧, ૧૧ થી બપોરે ૧ વાગ્યા સુધી અને બપોર પછી ૪ થી ૬ દરમ્યાન રહેશે. જેના દર્શનનો લાભ જાહેર જનતાને પણ મળી રહેશે.
સોમયજ્ઞના દિવસો દરમ્યાન દરરોજ જુદા-જુદા મનોરથના દર્શનનો લાભ સાંજે ૬ થી ૭ વાગ્યા દરમ્યાન મળશે. જેમાં તા.રપ ના રોજ તુલસી વિવાહ મનોરથ, તા.ર૬ ના રોજ છાક મનોરથ, તા.ર૭ ના રોજ શ્રી યમુનાજીનો ચુનરી મનોરથ અને તા.ર૮ ના રોજ નંદમહોત્સવ પલનાના દર્શનનો લાભ મળશે. યજ્ઞના પાંચમા દિવસે તા.ર૯-૦૧-ર૦ર૪ ના રોજ સાંજે પાંચ વાગ્યે રથયાત્રા ધ્વજારોહણ અને બ્રદ્મચક્રનો કાર્યક્રમ યજ્ઞ સ્થળ પર થશે અને તા.૩૦ ના સાંજે પાંચ વાગ્યે વિરાટ સોમયજ્ઞનું સમાપન થશે. યજ્ઞના દિવસો દરમ્યાન દરરોજ બપોરે ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
આ છ દિવસીય યજ્ઞકાર્ય માટે યજમાન એચ.જે.લાલ પરિવારના અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેષ્ાભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ અને વિરાજભાઈ લાલના માર્ગદર્શન હેઠળ તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને લાલ પરિવારના શુભેચ્છકો-મિત્રોની વિશાળ ટીમ વ્યવસ્થા માટે કાર્યરત બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech