રસ્તાઓ નો-પાર્કીંગ ઝોન વન-વે જાહેર કરાયા: ભારે વાહનો માટે પ્રવેશબંધી: આગામી મંગળવાર સુધી વાહન ૪૦ કી.મી. પ્રતિ કલાકની ગતિ મર્યાદા અપાઇ
યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ મનાવવા સમગ્ર રાજ્યમાંથી પગપાળા, રેલ રોડ રતે લાખો ભાવિકોનો પ્રવાહ આવી રક્યો છે. ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઇ શકે તે હેતુ સલામતી, સગવડતા, સફાઇ, વ્યવસ્થા માટે તંત્ર દ્રારા તડામાર તૈયારીઓ ચાલી સહી છે. રીલાયન્સ રોડ, ર્કિતી સ્તંભ પાસેથી દર્શનાર્થીઓને ૫૬ સીડી વાટે સ્વગ દ્વારેથી પ્રવેશ આપવામાં આવશે. જગતમંદિરમાં દર્શન બાદ મોક્ષદ્વારેથી પરત નિકળવાનું રહેશે.આ ઉપરાંત જગતમદિર પરિસર સહિત ઠેરઠેર બેરીકેટસ, મંડપ પણ ગોઠવાઇ રહ્યા છે. તા.રપમીએ બપોરે ૨ થી ૩ સુધી જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવ મનાવવામાં આવનાર છે.
લીંબડી ચેક્પોસ્ટથી ચરક્લા જતાં રોડ તેમજ કાનદાસબાપુ આશ્રમ ચાર રસ્તાથી ચરક્લા જતાં રોડ તેમજ ચરક્લા તરફ જતાં રેલવે ફાટકથી હેશ્રોન હોટલ બાજુના રોડ પર થ્રી વ્હીલર, કાર, ટ્રેક, ટોરસ, ડમ્પર, રસ જેવા તમામ પ્રકારના ભારે વાહનોને પસાર થવા મનાઇ ફરમાવી તમામ ભારે વાહનોએ ભાટીયા-કુરંગા ચેડના વૈકલ્પિક રસ્તો પસંદ કરવાનો રહેશે. દ્વારકામાં અમુક માર્ગમાં નો એન્ટ્રી હાથી ગેટથી દ્વારકાધીશ મંદિર, કાનદાસબાપુ આશ્રમથી ભથાણ ચોક, કિર્તીસ્તંભ સર્કલથી દ્વારકાધીશ મંદિર, મહાજન બજારથી દ્વારકાધીશ મંદિર, બ્રહ્મકુડથી દ્વારકાધીશ મંદિર, જોધાભા માણેક ચોકથી પૂર્વ દરવાજા દ્વારકાધીશ મંદિર, ભથાણ ચોકથી પૂર્વ દરવાજા દ્વારકાધીશ મદિર, કિર્તીસ્તભ સર્કલથી પૂર્વ દરવાજા દ્વારકાધીશ મદિર તરફના રસ્તાઓને તમામ ભારે વાહન, કાર, થ્રી જીલર, ટુ વ્હીલર માટે નો એન્ટ્રી કચયા છે. આ ઉપચંત ધીંગેશ્વર મંદિર સામેની ગલીથી દ્વારકાધીશ મંદિર તરફ, શાક માર્કેટ ચોકથી મહાજન બજાર, નિલકંઠ ચોક, દ્રાર્કાધીશ મંદિર તરકફના રસ્તાને ભારે વાહન તમામ, કાર, થ્રી વ્હીલ માટે નો એન્ટ્રી કરયા છે. આ સિવાય ઇસ્કોન ગેઇટ, ભથાણ ચોક, જોધાભા માશૈક ચોક્થી દ્વારકાધીશ મંદિર, પોસ્ટ ઓફિસ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ, રબારી ગેટ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરક વગેરે માર્ગ પર નો એન્ટ્રી કરાયા છે.
આ ઉપચંત અનેક રસ્તામાં નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. તો કેટલાક વન વે પોઈન્ટ જાહેર કરાયા છે. પદયાત્રીઓ દિવસ-રાત ચાલીને જતા હોવાથી રસ્તા પ૨ સતત ટ્રાફિક રહે છે. આ સંજોગોમાં કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે ગતિ મર્યાદામાં વાહન ચલાવવા અંગેનું એક જાહેરનામું પ્રસિદ્ધ કચયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ શરુ થાય ત્યાંથી ઝાખર પાટીયા - ખભાળેયા - રાણ લીંબડી - ભાટીયા - દ્વારકાનો રુટ, ઝાખર પાટીયા - ખંભાળિયા - ગુરગઢ - દ્વારકાનો રૂટ, દ્વારકા - ઓખાનો રૂટ, દ્વારકા - નાગેશ્વરનો રૂટ, ભાટીયા - હર્ષદ માતાજી ( ગાંધવી)નો રૂટ, હર્ષદ માતાજી ( ગાંધવી) દ્વારકાના રુટ પર પસાર થતા વાહન ચાલકોએ તા. ૨૬ સુધી તેમનું વાહન ૪૦ કિ.મી.પ્રતિ ક્લાકની ગતિ મર્યાદાથી વધારે ચલાવવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
***
દ્વારકા પોલીસની અનન્ય સેવા: પદયાત્રીની સેવા કરનાર બેભાન થઈ જતાં તાકીદે આપી સારવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડેય સાહેબ ની સુચના મુજબ તેમજ ના.પો.અધિક્ષક હાર્દિક પ્રજાપતિ ખંભાળિયા વિભાગના સુપરવિઝન હેઠળ જીલ્લા ટ્રાફિક શાખા પીએસઆઇ વી.એમ.સોલંકી તથા એ.એસ.આઇ.કાબાભાઈ ચાવડા , મનીષભાઈ દેવમુરારી તથા હેડ કોન્સ. દેવરાભાઇ પંડત હોળી ધુળેટી પર્વ અનુસંધાને દ્વારકા જતા પદયાત્રીઓની સલામતીના ભાગરૂપે સતત પેટ્રોલિંગમા હોય દરમ્યાન કુવાડીયા પાટીયા પાસે રોડ ઉપર ઘણા માણસો(પદયાત્રીઓ) ઊભેલા હોય જેથી થી ત્યાં જતા એક વ્યક્તિ બેભાન હાલતમાં રોડથી નીચે પડેલો હોય અને તેઓ રાજકોટ-મુંજકાથી સેવા કરવા આવેલ જયેશભાઈ જાદવ્ હોવાનુ જાણવા મળેલ અને તેઓના મોઢામાંથી લોહી નીકળતા હોય જેથી ગંભીરતા જોઈ પીએસઆઇ વી.એમ.સોલંકી તથા સાથેના સ્ટાફના માણસોએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક પેટ્રોલિંગ સરકારી બોલેરોમાં જ ખંભાળિયા સરકારી હોસ્પિટલ પહોંચાડવામાં આવેલ ત્યાં ફરજ પરના ડોક્ટર સામત આંબલીયા તથા ટીમ દ્વારા યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં આવેલ અને દર્દીની સ્થિતિ હાલ સારી છે. પોલીસની આ કામગીરીથી દર્દીના સગાઓ એ આભાર વ્યક્ત કરી પ્રશંસા કરેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech