ભારતીય અર્થતંત્રના કેન્દ્રબિંદુમાં આગામી સમયમાં ગૌમાતા હશે-મંત્રી પરસોત્તમભાઈ પાલા: આ સ્થળને ગૌ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર તમામ મદદ કરશે-કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા
ભારત દેશના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ પાલાએ જામમગગર જિલ્લાના મિયાત્રા ગામે આવેલ સરિતા ગીર ગૌસંવર્ધન કેન્દ્ર ખાતે નિમર્ણિ કરવામાં આવેલ બ્રીડ મલ્ટિપ્લિકેશન ફાર્મનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મંત્રી સાથે રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં ગૌ સેવા અને ગૌ સંવર્ધન એ આપણા જીવનનો મુખ્ય ભાગ હતો પરંતુ સમય જતા પશુપાલનથી આપણું અંતર વધતું ગયું અને જેના પરિણામે આજે કુપોષણ જેવા દૂષણનો આપણે સામનો કરી રહ્યા છીએ.ત્યારે ફરીથી પશુપાલન અને ગૌ સેવા તરફ વળવા આહવાન કરતા મંત્રીએ જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકારે પણ ગૌસંવર્ધનના મહત્વને સમજી પશુપાલન નામે નવીન વિભાગ જ શરૂ કરાવ્યો છે અને તમામ પ્રકારના પશુઓનું રક્ષણ અને સંવર્ધન થાય તે માટે 13 હજાર કરોડનો પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યો છે. પરિણામે આજે પશુઓને મફત વેક્સિન,1962 પશુ એમ્બ્યુલન્સ, પશુ દવાખાના સહિતની સુવિધાઓ દેશના ખૂણે ખૂણે મળતી થઈ છે. ભારતના અર્થતંત્રના કેન્દ્રબિંદુમાં આગામી સમયમાં ગૌમાતા હશે તે બાબત નિશ્ચિત છે તેમ પણ તેઓએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ગૌસેવાની ભારત સરકાર નોંધ લે અને સન્માનિત કરે એ ગૌ સંવર્ધન માટે ખૂબ મોટી બાબત છે.એન.ડી.ડી.બી. અને ભારત સરકારના સહયોગથી નિર્મિત આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા બે કરોડ જેટલી સબસીડી અપાઇ અને આજે આધુનિક ટેકનોલોજીથી યુક્ત સૌ પ્રથમ બ્રીડ મલ્ટિફિકેશન કેન્દ્ર દેશને મળવા જઈ રહ્યું છે. આ સ્થળ ગૌ સેવાની સાથે સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસે તે માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની મદદ માટે હરહંમેશ તૈયાર છે.
આ પ્રસંગે અગ્રણી જીતુભાઈ લાલ, રમેશભાઈ મુંગરા, વિમલભાઈ કગથરા, મુળુભાઈ કંડોરીયા, પાલાભાઈ કરમુર, મેરામણભાઇ ભાટુ, ગૌશાળાના સંચાલક ધર્મેન્દ્રભાઈ કારાવદરા, મિતેશભાઈ લાલ, સી.આર.જાડેજા તથા બહોળી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech