ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા પ્રવૃતિઓ અને રમત ગમત વિભાગના કેન્દ્રિય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા આજરોજ રાજકોટની મુલાકાતે આવ્યા હતાં અને આ વેળાએ તેમણે સકિર્ટ હાઉસ ખાતે પત્રકારો સાથે કેન્દ્રિય બજેટ અંગે વાતચીત કરી હતી તેમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદી સરકારે આપેલું કેન્દ્રિય બજેટ એકસપોર્ટ અને પાસપોર્ટને મજબૂત બનાવનારુ તેમજ મોંઘવારી ઘટાડનારુ બજેટ છે. ડો. માંડવિયાએ આ બજેટને વિકસિત ભારત ૨૦૪૭ના રોડ મેપ સમાન હોવાનું જણાવ્યું હતું. ૨૦૩૬નો ઓલિમ્પિક ભારતમાં થાય તેવા પ્રયાસો રહેશે તેમ પણ ઉમેયુ હતું.
રાજકોટ સકિર્ટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, એક સમય એવો હતો કે ભારત દેશના બજેટમાં ફકત મોટી મોટી જાહેરાતો જ થતી હતી પરંતુ તેનો અમલ કયારેય થતો ન હતો, જયારે ભાજપ સરકારની ખાસીયત એ છે કે, જે કામોનું ખાતમુહર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે. કોઇપણ પ્રકારની જાહેરાત કરાય ત્યારે તેનો અમલ પણ સુનિિત કરે છે.
ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના છેલ્લ ા ૧૦ વર્ષના શાસનકાળમાં અભૂતપૂર્વ બદલાવ આવ્યો છે. હવે બજેટ એ માત્ર ઘોષણાપત્ર રહ્યું નથી પરંતુ જે તે આગામી વર્ષના વિકાસના રોડમેપ સમાન બન્યું છે. વિકસિત ભારત માટે કેન્દ્ર સરકાર પાસે ખુબ જ લાંબા ગાળાનું વિઝન છે. ૨૦૧૪માં ભારત સરકારનું બજેટ ૧૭ લાખ કરોડ હતું તે ૨૦૨૪માં વધીને ૫૦ લાખ કરોડે પહોંચ્યુ છે. ૨૦૪૭ના વર્ષ સુધીમાં વિકસિત ભારતને ઘડનારુ આ બજેટ છે. દર વર્ષે આંતર માળખાકીય સુવિધા વધારવા માટે ૧૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશેે. દેશમાં એકસપોર્ટ અને પાસપોર્ટ વધુ મજબૂત બનશે.
કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન હતાં ત્યારે દેશને ૨૧મી સદીમાં લઇ જવાની વાત કરી હતી પરંતુ માત્ર વાતો જ થઇ હતી તેને અનુરૂપ આયોજન થયું ન હતું. જયારે નરેન્દ્રભાઇ મોદીની સરકાર જે જાહેરાત કરે છે તેને અનુરૂપ આયોજન પણ કરે છે અને અમલ પણ કરે છે. ૧૨ લાખ સુધીની આવક ઉ૫ર આવકવેરામાં મુકિત આપવામાં આવી છે તેનાથી મધ્યમવર્ગને દર વર્ષે રૂા.૧.૨૫ લાખની બચત થશે તે રીતે મોંઘવારી સામે રાહત થશે અને નવા ભારતનું નિર્માણ થશે. આ તકે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કેન્દ્ર સરકાર ઉપરાંત ગુજરાત સરકારના બજેટને પણ વિકાસલક્ષી ગણાવ્યું હતું. માધવપુર ઘેડ પંથકમાં ચોમાસમાં પુરથી સર્જાતી પરિસ્થિતિનું નિવારણ લાવવા માટે ૧૫૦૦ કરોડની જોગવાઇ ગુજરાત સરકારના બજેટમાં કરવામાં આવી છે તે જોગવાઇને પણ તેમણે આવકારી હતી.
ઉપરોકત પત્રકાર પરિષદ અંતર્ગત સાંસદ પરસોતમ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરિયા, પૂર્વ કેન્દ્રિય મંત્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ મેયર પ્રદિપ ડવ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે તેમજ ભાજપના વિભાગીય પ્રવકતા રાજુભાઇ ધ્રુવ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech