રાજકોટ મ્યુનિ. કોર્પેારેશનમાં આજે સવારે મ્યુનિ. કમિશનર આનદં પટેલએ સ્ટેન્ડીંગ કમિટીને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫નું બજેટ સુપ્રત કયુ હતું તેમાં નવી યોજનાઓ જાહેર કરી હતી જેમાં ટાઉનપ્લાનિંગ બ્રાંચ હસ્તકની નવી યોજનાઓમાં કુલ ત્રણ બાબતોનો સમાવેશ કર્યેા હતો જેમાં કોટેચા ચોકથી એસએનકે સ્કૂલ ચોક સુધીના યુનિવર્સિટી રોડને પહોળો કરવા માટે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરવી તદ્દઉપરાંત અગાઉ યાં લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર થઈ ચૂકી છે પરંતુ હજુ સુધી રસ્તા પહોળા કરાયા નથી તેવા રસ્તાઓમાં રેલવે જંકશન સ્ટેશન મેઈન રોડ પહોળો કરવો અને ત્રિકોણબાગ ચોકથી માલવિયા ચોક સુધીનો રસ્તો પહોળો કરવા બજેટમાં સૂચવ્યું છે.
સ્ટેન્ડીંગ કમિટીને બજેટ સુપ્રત કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા મ્યુનિ. કમિશનર આનદં પટેલએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે રસ્તા પહોળા કરવા તેમણે બજેટમાં સૂચવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી રોડનું વિસ્તૃતીકરણ સૂચવ્યું છે. કોેટેચા ચોકથી એસએનકે સ્કૂલ સુધીનો ૨.૫ કિ.મી. લંબાઈનો યુનિવર્સિટી રોડ પહોળો કરવા માટે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ મૂકાશે.
દરમિયાન વિશેષમાં આ અંગે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે, કોટેચા ચોકથી એસએનકે સ્કૂલ ચોક (આકાશવાણી ચોક) સુધીના યુનિવર્સિટી રોડની હાલની પહોળાઈ ૨૦ મીટર છે અને આગામી દિવસોમાં રોડની બન્ને બાજુએ બબ્બે મીટરની કપાત લાગુ કરી આ રસ્તો ૨૪ મીટર પહોળો કરાશે. ફત્પટની ગણતરી મુજબ હાલ આ રોડ અંદાજે ૬૫.૬૦ ફત્પટ પહોળાઈનો છે તે ૭૮.૭૨ ફત્પટ પહોળાઈનો થશે. હૈયાત યુનિવર્સિટી રોડની બન્ને બાજુએ ૬.૫૬ ફત્પટ કપાત થશે મતલબ કે બન્ને બાજુની મળી કુલ ૧૩.૧૨ ફત્પટની કપાત થશે. રસ્તાની બન્ને બાજુ અનેક કોમર્શિયલ કોમ્પ્લેકસ આવેલા છે પરંતુ કોઈ રહેણાંક મકાન કે કોમર્શિયલ કોમ્પ્લેકસને કપાતની ખાસ અસર થાય તેવું નથી. લગભગ તમામ બિલ્ડીંગના માર્જિન–પાકિગ જ કપાતમાં જાય છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે કોટેચા ચોકથી એસએનકે ચોક સુધીમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતી ૩ મિલકતો આવેલી છે જેમાં વોકહાર્ટ હોસ્પિટલ, સેન્ટ મેરીઝ સ્કૂલ અને ત્યાંથી આગળ જતાં એસએનકે સ્કૂલ આવે છે. આ ત્રણેય મિલકતો સહિતની અંદાજે ૮૦ જેટલી મિલકતોને કપાતની અસર થશે તેવો પ્રાથમિક અંદાજ છે અલબત્ત આગામી દિવસોમાં આ માટે વિસ્તૃત સર્વે કરાશે અને ડીર્માકેશન થશે તેમજ નોટિસોની બજવણી સહિતની કાર્યવાહી કરાશે. હાલના તબક્કે તો ડ્રાટ બજેટમાં સૂચવવામાં આવ્યું છે ડ્રાટ બજેટ મંજૂર થયેથી ઉપરોકત લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી યુનિવર્સિટી રોડ ઉપરની ટ્રાફિક સમસ્યા હલ થશે તેવી આશા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાંથી ૫૦૦ કિલો ઘાસનો વધુ જથ્થો જપ્ત
April 05, 2025 12:45 PMબેટ-દ્વારકા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ
April 05, 2025 12:41 PMકાલે રામનવમી: દ્વારકાધીશ મંદિરે વિશેષ આયોજન
April 05, 2025 12:38 PMવડાળા પાટીયા પાસે ઓટો રીક્ષા પલ્ટી ખાતા આઠને ઇજા
April 05, 2025 12:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech