સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં યોજાયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય ભાઇશ્રીએ ભારતની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે એવુ જણાવ્યુ હતુ કે આતંકવાદનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે અને ભારતના નરબંકાઓએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપીને ‘સમજી જજો આતંકવાદીઓના આકાઓ, નહીં તો આ તમારી સગી નહી થાય’ તેમ જણાવ્યુ છે ત્યારે ભારતના તમામ રાજકીયપક્ષોની એકતાને હું બિરદાવુ છું.
કચ્છના સ્વ. પુરાબેન જેસંગભાઇ વિરડા (આહિર) પરિવાર દ્વારા સોમનાથ મહાદેવના પાવન સાન્નિધ્યમાં ત્રિવેણી સંગમના તટ ઉપર ગોલોકધામ ખાતે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના શ્રીમુખે પ્રવાહિત ભાગવત કથાગંગાના અંતિમ ચરણોમાં ભારતની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના અપાયેલા જડબાતોડ જવાબ અંગે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યુ હતુ કે, હાલમાં દેશ જે પરિસ્થિતિમાંથી યાત્રા કરી રહ્યો છે તેમાં ભારતે પોતાની એકતાનો સમગ્ર દુનિયાને પરિચય આપ્યો છે. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને પાકિસ્તાનને જવાબ આપવામાં જે કાર્યપધ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો જેને બધી જ રાજનૈતિક પાર્ટીઓએ સમર્થન આપ્યુ છે તે બિરદાવવા લાયક છે. હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ બધા જ ધર્મના નાગરિકોએ વતન પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે તો વૈચારિક રીતે મતભેદો હોય અને અલગ-અલગ પ્રકારના વાંધા હોવા છતાં આતંકવાદને જવાબ આપવાની વાત આવે ત્યારે સમગ્ર ભારતની રાજકીય પાર્ટીઓ એક થઇ જાય તે આવકારવા લાયક છે.
ઇશ્ર્વર એક છે, કલ્યાણકારી છે પરંતુ તેને ભજવાની પધ્ધતિઓ જુદી-જુદી છે. દેશને વધુ મજબૂત બનાવવા માટેનો આ સમય છે અને આ છમકલાનો ભારતીય સૈન્યએ જે દ્રઢતાથી જવાબ આપ્યો છે તે કાબીલે દાદ છે. કોઇપણ ઉન્માદ કે એકસાઇટેડ થયા વગર લશ્કરની બે દીકરીઓએ પ્રેસ બ્રીફીંગ કરીને સમગ્ર દેશને ઓપરેશન સિંદુર વિષે માહિતી આપી તે સાંભળીને આપણો હાથ તિરંગાને સલામી દેવા માટે ઉપર ઉઠે છે.
ભારતીય નારી બંદૂક પણ ચલાવી શકે અને ફાયટર પ્લેન પણ ઉડાવી શકે તેવી આ નારીશક્તિએ ખૂબજ મેચ્યોરતાથી પ્રેસ બ્રિફીંગ કર્યુ છે અને ભારતીય સૈન્યના વડાઓએ પણ આતંકીઓને જણાવી દીધુ છે કે દેશની સુરક્ષા કરવી એ અમારો અધિકાર છે અને સમજી જજો, આકાઓ નહીંતર આ તમારી સગી નહી થાય તેવી સ્પષ્ટ ચેતવણી આપીને જણાવી દીધુ છે. કે ભારતીય ગમે તે ધર્મનો હોય પણ જ્યારે દેશ ઉપર આતંકની વાદ આવે ત્યારે સમગ્ર દેશ એક જ છે એ લોકોએ તો ધર્મ પૂછીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.
આપણે તો આતંકવાદનો તેના ઘરમાં જઇને ખાત્મો બોલાવ્યો છે. આતંકવાદ એ માત્ર ભારતને જ નહી પરંતુ સમગ્ર દુનિયાને પરેશાન કરે છે તેથી તેનો આવોજ જવાબ આપવો જોઇએ. તેમ જણાવીને સંત રમેશભાઇ ઓઝાએ વ્યાસપીઠ ઉપરથી આતંકવાદ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech