રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગમાં માસૂમ બાળકો સહિત ૨૭ નિર્દેાષ નાગરિકો બળીને ભડથું થઇ ગયાની રાજકોટના ઇતિહાસની સૌથી ગોઝારી દુર્ઘટના બાદ હાઇકોર્ટના આદેશ અને સરકારની સૂચનાથી નવનિયુકત મ્યુનિ.કમિશનર દ્રારા ફાયર એનઓસી અને બીયુ પરમિશનનું સખત ચેકિંગ શ કરી ધડાધડ મિલકતો સીલ કરવાનું શ કરતાં હાલ સુધીમાં શહેરમાં ૫૦૦થી વધુ મિલકતો સીલ થઇ ચુકી છે, દરમિયાન જેમની મિલકતો સીલ થઇ છે તેમના તરફથી મહાપાલિકાના પદાધિકારીઓ ઉપર સતત રજૂઆતો આવી રહી હોય સિલિંગ ઝુંબેશનું પ્રેશર આવતા આજે મહાપાલિકાના પદાધિકારીઓ હવે શું કરવું ? તે અંગેનું માર્ગદર્શન મેળવવા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીનું માર્ગદર્શન મેળવવા દોડી ગયા હોવાનું જાણવા મળે છે.
લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ બાદ પ્રથમ વખત રાજકોટના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી તથા રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે સહિતનું પ્રતિનિધિ મંડળ આજે ગાંધીનગર પહોંચ્યું છે અને સાંજે ચાર કલાકે રાજકોટના વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે મિટિંગ કરનાર છે.
વિશેષમાં મ્યુનિ.પદાધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની આ મુલાકાતમાં રાજકોટ શહેરમાં બનેલ ટી.આર.પી.ગેમ ઝોનની દુર્ઘટના બાદ રાય સરકારની સુચના અન્વયે શહેરમાં આવેલ અલગ અલગ કેટેગરીની મિલકતો જેમાં, શાળા–કોલેજ, હોસ્ટેલ, ટુશન કલાસીસ, હોસ્પિટલો, જ્ઞાતિ–સમાજની વાડીઓ તેમજ જાહેર જનતા એકત્ર થતી હોય તેવી ખાનગી–જાહેર મિલકતમાં બિલ્ડીંગ મંજુર પ્લાન, બિલ્ડીંગ વપરાશ પરમીશન પ્રમાણપત્ર, ફાયર એનઓસી વગેરેની ચકાસણી ઝુંબેશ સ્વપે કરવામાં આવેલ છે. શહેરના સંબંધિત મિલકતધારકો તથા વેપારી એસોસિએશન્સ તરફથી અત્રે રજુઆતો મળેલ છે જે અંગે ચર્ચા વિચારણા કરવામાર્ગદર્શન મેળવવા, રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ પર અધિકારીની નિમણૂંકભરતી કરવા તેમજ રાજકોટ મહાપાલિકાને લગત જુદા જુદા પ્રશ્નો તથા હાઉસિંગ બોર્ડને લગત પ્રશ્નો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આ પ્રતિનિધિ મંડળ દ્રારા રજુઆત કરવામાં આવનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅસુરક્ષિત લોનમાં ૨૧૦૦૦ ટકાનો વધારો, પરપોટો ગમે ત્યારે ફૂટવાની ભારે દહેશત
April 05, 2025 11:03 AMજામનગરમાં સવારે ઝાકળ, બપોરે અગનવર્ષા, રાત્રે ઠંડો પવન
April 05, 2025 11:03 AMબેંગકોકમાં નોકરીની આશાએ ગયેલા ત્રણ યુવાનો મહામુસબીતે ભારત પરત ફર્યા
April 05, 2025 11:02 AMરાજકોટીયન્સ બપોરે બહાર નિકળવામાં ધ્યાન રાખજો, હવામાન વિભાગની આગ ઝરતી આગાહી
April 05, 2025 10:57 AMઅમરેલી પોલીસે મહિલા બુટલેગરોને સિલાઈ મશીન-લારી અર્પણ કરી
April 05, 2025 10:56 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech