યુક્રેનની સેના હવે રશિયામાં પ્રવેશી ચૂકી છે. યુક્રેનિયન તરફથી રશિયન સેનાને ભારે નુકસાન થયું છે. દરમિયાન રશિયાએ દાવો કર્યેા છે કે યુક્રેન ડર્ટી બોમ્બ હત્પમલાની યોજના બનાવી રહ્યું છે. અગાઉ ૨૦૨૨માં પણ રશિયાએ આવો દાવો કર્યેા હતો. જો કે યુક્રેને આ વાતને નકારી કાઢી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અને તેના પગલે તનાવ સતત વધી રહ્યા છે. યુક્રેનની સેના હવે રશિયામાં ઘુસી ગઈ છે જેણે પુતિનને હચમચાવી દીધા છે. દરમિયાન રશિયાએ દાવો કર્યેા છે કે યુક્રેન ડર્ટી બોમ્બથી હત્પમલો કરી શકે છે.રશિયન લશ્કરી સંવાદદાતાઓએ કહ્યું છે કે યુક્રેન કથિત રીતે પરમાણુ ઉશ્કેરણી માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં ડિપ્રોપેટ્રોવસ્ક ક્ષેત્રમાં 'ડર્ટી બોમ્બ'નો સમાવેશ થાય છે, સૈન્ય સંવાદદાતા મારત ખૈલીને પહેલેથી જ સંબંધિત દાવો કર્યેા છે અને કહ્યું છે કે યુક્રેન પરમાણુ પાવર પ્લાન્ટસમાં વપરાયેલ પરમાણુ બળતણ માટે સ્ટોરેજ સાઇટસ પર હત્પમલાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલો અનુસાર, યુક્રેનની સેના રશિયાના કબજા હેઠળના ઝાપોરિઝિયા ન્યુકિલયર પાવર પ્લાન્ટ અને રશિયન કુસ્ર્ક ન્યુકિલયર પાવર પ્લાન્ટ પર હત્પમલો કરવાની યોજના બનાવી રહી છે. યુક્રેનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ આ દાવાઓને ક્રેઝી રશિયન પ્રોપગેન્ડા ગણાવ્યા છે.અગાઉ ઓકટોબર ૨૦૨૨માં પણ રશિયાએ કહ્યું હતું કે યુક્રેન ડર્ટી બોમ્બ હુમલાની યોજના બનાવી રહ્યું છ
ડર્ટી બોમ્બ શું છે?
ડર્ટી બોમ્બ એક એવું હથિયાર છે જેમાં યુરેનિયમ જેવા કિરણોત્સર્ગી પદાર્થેા હોય છે, જે વિસ્ફોટ સાથે હવામાં વિખેરાઈ જાય છે. આ શસ્ત્રોનો હેતુ માત્ર ખતરનાક રેડિયેશન ફેલાવવાનો છે, તેથી તેને પરમાણુ બોમ્બ જેવી ઘણી બધી શુદ્ધ કિરણોત્સર્ગી સામગ્રીની જરૂર નથી.ડર્ટી બોમ્બ બનાવવું એ પરમાણુ હથિયારો કરતાં ઘણું સસ્તું અને ઝડપી છે. ઉદાહરણ તરીકે, જો તેને વાહનમાં રાખવામાં આવે અને વિસ્ફોટ થાય, તો તેનું નુકસાન ભયંકર હશે
કિરણોત્સર્ગ કેવી રીતે નુકશાન કરે છે
આ કિરણોત્સર્ગ કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. હત્પમલો કોઈપણ લક્ષિત વસ્તીમાં ગભરાટનું કારણ બને છે. વિસ્ફોટ સિવાય રેડિયેશન ખૂબ દૂર સુધી ફેલાશે, આવી સ્થિતિમાં યાં વિસ્ફોટ થયો નથી તે વિસ્તારોને પણ ખાલી કરવા પડશે. ફેડરેશન આફ અમેરિકન સાયન્ટિસ્ટસે ગણતરી કરી છે કે જો માત્ર ૯ ગ્રામ કોબાલ્ટ–૬૦ અને ૫ કિલોગ્રામ ટીએનટી ધરાવતો વિસ્ફોટ મેનહટ કે ન્યુ યોર્કમાં થાય તો તે સમગ્ર શહેરને દાયકાઓ સુધી નિર્જન બનાવી દેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech