રાજકોટના દાનવીર ઉધોગપતિ મૌલોશભાઈ હકાણી પરિવાર દ્રારા ઈશ્વરીયા ખાતે વૃંદાવનધામમાં ત્રિદિવસીય મનોરથ ઉત્સવમાં વૈષ્ણવો તથા રાજકોટવાસીઓએ વૃંદાવનઘામનો નજારો નીહાળી નાથદ્રારામાં 'ઠાકોરજી'ના દર્શન કરતા હોય તેવી ધન્યતા અનુભવી છે. ગઇકાલે નાથદ્રારાના વિશાલ બાવાની નિશ્રામાં ઉકાણી પરિવાર દ્રારા ગૌચરણ મનોરથની ઉજવણી કરવામાં આવી હતો. વિશાલ બાવા પુષ્ટ્રીમાર્ગીય પ્રધાનપીઠ ગણાતા શ્રીનાથજી હવેલીમાં નિયમાનુસાર ભોગ ધરાવી ગઇકાલે તત્કાલ રાજકોટ વુંદાવનધામ પરત ફર્યા હતા.
આજથી ૫ વર્ષ પૂર્વ 'કૃષ્ણચરિત્ર કથા' સાહમાં ભવ્ય વિશાળ સેટ સાથેનું યાદગાર આયોજનની ભેટ આપનાર બાનલેબ ઉકાણી પરિવાર દ્રારા ત્રીદિવસીય મનોરથ માટે વૃંદાવન ધામની પાવન ભૂમીમાં મનોરથ ઉત્સવ કાર્યક્રમ સવારે ૮:૩૦થી અને સાંજે ૪:૩૦થી ૮:૩૦ દર્શન તથા ધ્વજાજી આરોહણના પ્રસંગો ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ રહ્યા છે. ગઈ કાલે આયોજીત ગૌચરણ મનોરથમાં રાજકોટવાસીઓની બહોળી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. આજે દિપદાન મનોરથની ભવ્ય ઉજવણી થઈ છે. દિકરી રાધાના લોત્સવ પૂર્વ આયોજીત ત્રિદિવસીય મનોરથ ઉત્સવ, મહેમાનો ના નામે વૃક્ષારોપણ સહીતના બાનલેબ ઉકાણી પરિવાર દ્રારા આયોજન રાજકોટ વાસીઓ માટે એક સોનેરી સંભારણું છે.
વૈષ્ણવોના પવિત્ર યાત્રાધામ શ્રી નાથદ્રારાથી ખાસ ચાર્ટર પ્લેનમાં બે દિવસ પૂર્વ નાથદ્રારાની 'દવજાજી'ને લાવવામાં આવી હતી. સ્વયં ઠાકોરજી સ્વપ ગણાતા 'દવજાજી'ની વિશાળ શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગેા પર નીકળી હતી. ઈશ્વરીયાના વૃંદાવનધામ ખાતે નિર્મિત મોતીમહેલમાં શ્રીનાથજીની સન્મુખ 'ધ્વજાજી'નું વિશાલ બાવા ગોસ્વામીજીના હસ્તે આરોહણ કરાયુ હતું ગઇકાલે ઉકાણી પરિવારના ડો. ડાયાભાઈ ઉકાણી, નટુભાઈ ઉકાણી, અમીતાબેન નટુભાઈ ઉકાણી, મીલેશભાઈ ઉકાણી, સોનલબેન મૌલેશભાઈ ઉકાણી, લવ ઉકાણી, રીશા લવ ઉકાણી, જય ઉકાણી, હેમાંશી જય ઉકાણી, રાધા અને રીશી, વિધી, યુગ સહીતના પરિવારજનોએ વિશાલ બાવાના સાંનિધ્યમાં ગૌચરણ મનોરથની ઉજવણી કરી હતી.
ઉકાણી પરિવારના ઇશ્વરીયા સ્થિત દ્રારકાધીશ ફાર્મ ખાતે ઉભા કરવામાં આવેલા વૃંદાવન ધામ ખાતે ત્રિદિવસીય મનોસ્થ પ્રસંગે વૈષ્ણવો તથા રાજકોટવાસીઓ કૃષ્ણભકિતના રંગે રંગાયા હોય તેવો માહોલ સર્જાયો છે. વૃંદાવન ખાતે નિર્મિત ગીરીરાજ પર્વત, નાથજીન મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્રારકાધીશ મંદિરની આબેહત્પબ પ્રતિકૃતી ના દર્શન માટે ભાવીકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. વૃંદાવનધામ ખાતે 'ઠાકોરજી' ના દર્શન માટે પધારતા ભાવિકો માટે ઉકાણી પરિવાર દ્રારા સુચા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.રાજકોટની ભાગોને ઇશ્વરીયા ખાતે વૃદાવનધામમાં ગઈ કાલે ગૌચરણ મનોસ્થની ઉજવણી કરવામાં આવી હતી.આ ત્રિદિવસીય મનોરથ ઉતસવમાં સામાજીક રાજકીય મહાનુભાવો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારવાજ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા, પરેશભાઈ ગજેરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દુર્લભજીભાઈ દેથલીયા, લલીતભાઈ રાદડીયા, ડો. દર્શીતાબેન શાહ, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, દંડક મનીષભાઈ રાડીયા, પૂર્વ કમિશ્નર રાજુ ભાર્ગવ, ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાનીયા, મેનેજીગં ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ઉધોગપતિઓ મનસુખભાઈ પાણ, નાથાભાઈ કાલરીયા, રાજનભાઈ વડાલીયા, રમણભાઈ વરમોરા, પવિત્ર યાત્રાધામ ના સચિવ રમેશભાઈ મેરજા, ઉમિયા પરિવાર સંગઠન પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા સહીત રાજકીય સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ એ વૃંદાવન ધામની મુલાકાત લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech