લોકસભા ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર કરવામાં આવ્યા. દરમિયાન શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના ઉમેદવાર રવિન્દ્ર દત્તારામ વાયકર મહારાષ્ટ્ર્રની મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી માત્ર ૪૮ મતોથી જીત્યા છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આ જીતનો સૌથી ઓછો માર્જિન છે.ઉલ્લેખનીય છે કે એક સમય એવો હતો યારે અમોલ કીર્તિકર રવિન્દ્ર વાયકર કરતા એક વોટથી આગળ હતા. પરંતુ, અમાન્ય પોસ્ટલ મતોની ગણતરી અને ચકાસણીના ૨૬ રાઉન્ડ પછી, રવિન્દ્ર વાયકરે અમોલ કીર્તિકરને ૪૮ મતોથી હરાવ્યા. અગાઉ અમોલ કીર્તિકર ૬૮૧ મતોથી જીત્યા હતા, પરંતુ આ જીત સામે વાંધો ઉઠાવતા રવિન્દ્ર વાયકરે મતોની ફરીથી ગણતરીની માંગ કરી હતી. રિકાઉન્ટિંગમાં રવિન્દ્ર વાયકર ૭૫ વોટથી આગળ હતા. આ વખતે અમોલ કીર્તિકરે વાંધો ઉઠાવ્યો, ત્યારબાદ પોસ્ટલ વોટની ગણતરી કરવામાં આવી. કુલ ૩૦૪૯ પોસ્ટલ વોટિંગ થયું હતું. જેમાં અમોલ કીર્તિકરને ૧૫૦૦ વોટ મળ્યા જયારે રવિન્દ્ર વાયકરને ૧૫૪૯ વોટ મળ્યા. મતગણતરી દરમિયાન ૧૧૧ પોસ્ટલ વોટ નામંજૂર થયા હતા.
ચૂંટણી પંચના ડેટા અનુસાર, રવિન્દ્ર વાયકરને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ૪,૫૨,૬૪૪ લાખ મત મળ્યા છે. આ સીટ પર તેમના નજીકના હરીફ શિવસેના (યુબીટી)ના ઉમેદવાર અમોલ કીર્તિકરને ૪,૫૨,૫૯૬ વોટ મળ્યા છે.
અમોલ કીર્તિકર ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ગોરેગાંવથી ચૂંટણી હારી ગયા હતા. ખાસ વાત એ છે કે અમોલને તેના પિતા વર્તમાન સાંસદ ગજાનન કીર્તિકરનું સમર્થન મળ્યું નથી. સાંસદ ગજાનન કીર્તિકર શિવસેનામાં વિભાજન બાદ એકનાથ શિંદે જૂથમાં જોડાયા હતા, યારે તેમનો પુત્ર ઉદ્ધવ ઠાકરેના જૂથમાં છે.વર્ષ ૨૦૧૯ માં, મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભામાં કુલ ૨૧ ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ અહીં મુખ્ય સ્પર્ધા શિવસેના અને કોંગ્રેસ વચ્ચે હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાના ગજાનન ચંદ્રકાંત કીર્તિકરે આ બેઠક પર ફરીથી જીત મેળવી હતી. તેમને ૫,૭૦,૦૬૩ વોટ મળ્યા, યારે કોંગ્રેસ પાર્ટીના સંજય નિપમ ૩,૦૯,૭૩૫ વોટ સાથે બીજા ક્રમે રહ્યા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાણાવાવના ખંડણીખોર વિનોદ પરમાર પાસે પોલીસે કરાવ્યુ રીકન્સ્ટ્રક્શન
April 11, 2025 10:17 AMરાજકોટ : વિજય પ્લોટ 10માં આવેલા મકાનમાં ભભૂકી આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે
April 11, 2025 10:14 AMરાજકોટમાં SMCનો દરોડો : 150 પેટી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
April 11, 2025 10:12 AM51 સ્વામીઓનું લિસ્ટ બનાવી બેનર લગાવ્યું સ્વામીઓ પૂર્વ જન્મમાં વિવિધ ભગવાનો હોવાનો બેનરમાં ઉલ્લેખ
April 11, 2025 10:11 AMપોરબંદરમાં ભાજપ દ્વારા ગાંવ ચલો બસ્તી ચલો અભિયાન યોજાયુ
April 11, 2025 10:09 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech