ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે નાણાકીય કટોકટી બાબતે ચેતવણી ઉચ્ચારી છે કારણ કે યુએસ સરકારની વ્યાજની ચૂકવણી હવે વાર્ષિક ૧ ટિ્રલિયન ડોલરને વટાવી ગઈ છે, જે સમગ્ર સંરક્ષણ વિભાગના બજેટને વટાવી ગઈ છે.
ન્યૂયોર્કમાં ટ્રમ્પના સમર્થનમાં આયોજિત રેલીમાં મસ્કે કહ્યું, તમારા પૈસા વેડફાઈ રહ્યા છે. હત્પં યુએસ બજેટમાંથી ઓછામાં ઓછા ૨ ટિ્રલિયન ડોલર બચાવી શકું છું. અમેરિકાનું દેવું ૩૫.૭ ટિ્રલિયન ડોલર સુધી પહોંચી ગયું છે અને સરકારને વાર્ષિક ૧ ટિ્રલિયન ડોલરથી વધુ વ્યાજમાં ચૂકવવું પડે છે. મસ્કે જણાવ્યું હતું કે ફેડરલ ટેકસની આવકના ૨૩ ટકા વ્યાજ ચૂકવવા જઈ રહ્યા છે. અમેરિકાના વધતા દેવાને નાણાકીય કટોકટી ગણાવતા મસ્કે કહ્યું કે આ સંકટનો તાત્કાલિક સામનો કરવાની જર છે.
મસ્ક જે રીતે પોતાની ભાવિ રણનીતિ લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે, તેનાથી એવી અટકળોને વેગ મળ્યો છે કે તેઓ દેશના આગામી નાણામંત્રી બની શકે છે. રેલીમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ મસ્કને સરકારી ખર્ચમાં કાપ મૂકવાની જવાબદારી વિભાગની સોંપશે. પરંતુ ટીકાકારોનું કહેવું છે કે મસ્કને આવી જવાબદારી આપવાથી હિતોનો સંઘર્ષ સર્જાશે. મસ્ક ટેસ્લા અને સ્પેસએકસ સહિત અનેક કંપનીઓ ચલાવે છે.તેમની કંપનીઓ પાસે ઘણા સરકારી કોન્ટ્રાકટ છે. મસ્કની કંપનીઓ ખાસ કરીને ટેસ્લા અને સ્પેસએકસને સરકારની નીતિઓથી ઘણો ફાયદો થયો છે.
ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, યુએસ સરકારનો આ વર્ષે ખર્ચ લગભગ ૬.૭૫ ટિ્રલિયન ડોલર હશે. મસ્ક આમાંથી લગભગ ત્રીજા ભાગની બચત કરવાની વાત કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન ટ્રમ્પે દેશનું દેવું ઘટાડવાની વાત કરી છે પરંતુ તેમણે આ અંગે કોઈ ચોક્કસ યોજનાનો ઉલ્લેખ કર્યેા નથી. મસ્ક આ ચૂંટણીઓમાં ટ્રમ્પ અને અન્ય રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારો પર ઓછામાં ઓછા ૧૩૨ મિલિયન ડોલર ખચ્ર્યા છે. ૨૦૨૪ની ચૂંટણીમાં સૌથી વધુ દાન આપનાર લોકોની ટોપ લિસ્ટમાં તેમનો સમાવેશ થાય છે. મસ્ક ૨૭૨ બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યકિત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech