રાજકોટમાં નૈતિકતાનું અધ:પતન અને વાલીઓ માટે ખતરાની ઘંટડી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રહેતી ધો.૫ માં અભ્યાસ કરતી તરૂણી પર બે તરૂણે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. જે અંગે બી ડિવિઝન પોલીસે બંને તરૂણ સામે પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સગીરા મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ૧૨ વર્ષીય તરૂણી થોડા દિવસો પહેલાં તે માતા-પિતા સાથે મહારાષ્ટ્રમાં રહેતાં મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી. બીજા દિવસે તેના પેટમાં દુઃખાવો ઉપડતાં પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા. તે વખતે તબીબે તેના પેટમાં પાંચ માસનો ગર્ભ હોવાનું કહેતાં તેના માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. તેમણે પુત્રીને આ બાબતે પુછતા પાડોશમાં રહેતાં તરૂણનું નામ આપ્યું હતું. જેથી કિશોરીની માતાએ તે તરૂણ વિરૂધ્ધ મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્ટ્ર પોલીસે ૦ નંબરથી ફરિયાદ નોંધી બી-ડિવીઝન પોલીસ તરફ મોકલી આપી હતી. જેના આધારે પીઆઈ એસ.એસ. રાણેએ તપાસ શરૂ કરી હતી.
૧૬ વર્ષનો તરૂણ ભોગ બનનાર કિશોરીનો નજીકનો સંબંધી
પોલીસે ભોગ બનનાર કિશોરીની પૂછપરછ કરતાં તેણે એક નહીં પરંતુ બે-બે તરૂણે તેની ઉપર દૂષ્કર્મ ગુજાર્યાનું જણાવ્યું હતું. જેમાંથી એક તરૂણ અંદાજે ૧૬ વર્ષનો છે. જયારે બીજા તરૂણની ઉંમર ૧૩ વર્ષની આસપાસ છે. ૧૬ વર્ષનો તરૂણ ભોગ બનનાર કિશોરીનો નજીકનો સંબંધી છે.
જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી
તેણે ભોગ બનનાર કિશોરીને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેને કારણે ભોગ બનનાર કિશોરીએ તેનું નામ માતા-પિતાને જણાવ્યું ન હતું. આજ કારણથી ફરિયાદમાં માત્ર એક જ તરૂણનું નામ હતું. જે તરૂણે ભોગ બનનાર કિશોરી ઉપર ગત નવરાત્રિ દરમિયાન એક વખત દૂષ્કર્મ ગુજાર્યું હતું. જયારે ભોગ બનનાર તરૂણીનો જે નજીકનો સંબંધી છે તેણે છ થી સાત વખત દૂષ્કર્મ ગુજાર્યાનું પોલીસને જાણવા મળ્યું છે.
નજીકનો સંબંધી તરૂણ ઘરે આવી તેની ઉપર દૂષ્કર્મ ગુજારતો
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, તરૂણીના માતા-પિતા જ્યારે કામ પર જતાં ત્યારે તેનો નજીકનો સંબંધી તરૂણ ઘરે આવી તેની ઉપર દૂષ્કર્મ ગુજારતો હતો. તેણે આવું છ થી સાત વખત કર્યું હતું. જયારે તેના સંબંધી તરૂણના મિત્રએ ગત નવરાત્રિ દરમિયાન એક વખત દૂષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનનાર કિશોરીની માતાએ બીજા લગ્ન કર્યા છે. ભોગ બનનાર કિશોરી તેની આગલા ઘરની પુત્રી છે. આ મામલે બી ડિવિઝન પોલીસે પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોંઘવારીનો વધુ એક માર: અમૂલ દૂધના ભાવમાં આજ મધરાતથી 2 રૂપિયાનો વધારો લાગુ
April 30, 2025 07:45 PMરાજકોટ 44.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, છ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન
April 30, 2025 07:00 PMજામનગર: મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ
April 30, 2025 06:41 PMજામનગરના મોરાર સાહેબ ખંભાળિયા ગામે નદી પર બનેલ રહેલ બ્રિજનું કામ ગોકળગતીએ
April 30, 2025 06:38 PMજામનગરના મોરાર સાહેબના ખંભાળીયા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં, ગ્રામજનોમાં રોષ
April 30, 2025 06:31 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech