શહેરના સોરઠીયાવાડી સર્કલ અને સતં કબીર રોડ પર મોબાઇલ આઇ.ડી મારફત ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા બે શખસોને પોલીસે ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.ક્રાઇમ બ્રાંચ અને આજીડેમ પોલીસ મથકના સ્ટાફે આ દરોડા પાડયા હતાં.
જાણવા મળતી વિગતો મુજબ,ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન સંતકબીર રોડ પર શિવાલય કોમ્પલેકસ પાસે જાહેરમાં મોબાઇલ આઇડી મારફત ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી બીગ બેશ લીગની ટી–૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા વિશાલ જયંતીભાઇ પાલા(ઉ.વ ૩૮ રહે. કોઠારીયા મેઇન રોડ રણજા મંદિર પાસે સોમનાથ સોસાયટી શેરી નં.૩) ને ઝડપી લીધો હતો.પોલીસે આરોપી પાસેથી .૧૦ હજારની કિંમતનો મોબાઇલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જયારે અન્ય એક દરોડામાં ભકિતનગર પોલીસ મથકના સ્ટાફે સોરાઠીયા વાડી સર્કલ પાસેથી પ્રફુલ રણછોડભાઇ કાચા(ઉ.વ ૫૫ રહે. કોઠારીયા કોલોની કવાર્ટર નં.૨૮૩) નામના પાનના ધંધાર્થીને મોબાઇલ આઇ.ડી મારફત ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઝડપી લઇ તેની પાસેથી .૧૫ હજારની કિંમતનો મોબાઇલ કબજે કરી આરોપી સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech