શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં નજીવી બાબતે પાલીતાણાના યુવાનની હત્યા થતા બે શખસ સામે ગુનો નોંધાવા પામ્યો હતો. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી આડોડીયાવાસ અને ધોધાજકાતનાકાના શખસની ધરપકડ કરી પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા.
શહેરના આડોડીયાવાસ વિસ્તારના સ્મશાન તરફ જતા માર્ગ પરથી પાલીતાણાના હર્ષદભાઈ વાઘજીભાઈ ગોહિલનો ઈજાના નિશાન સાથે મૃતદેહ મળી આવતા પોલસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જયારે ચકચારી ઘટના સંદર્ભે મૃતકના ભાઈ સુનિલભાઈ વાઘજીભાઈએ થોથા રોડ પોલીસમાં મુકેશ નાનુભાઈ ચૂડાસમા, શૈલેષ કાંતીભાઈ ચૌહાણ સામે હત્યાનો ગુનો નોંધાવતા જણાવાયુ હતુ કે, હર્ષદ આડોડિયાવાસમાં ભંગાર વીણતો હતો, મોબાઈલ બાબતે ઝઘડો થયો હતો, જેથી ઉક્ત બંને શખસોએ જીવલેણ હુમલો કર્યો હતો. ઉક્ત મામલે પોલીસે ગુનો દાખલ કર્યા બાદ મુકેશ ઉર્ફે ડિબો નાનુભાઈ માવજીભાઈ ચુડાસમા (રે. આડોડીયાવાસ મુળ. નવા રતનપર તા. થોઘા) અને શૈલેષ કાંતીભાઈ ચૌહાણ (રે. ગાયત્રીનગર સામે, શહેર ફરતી સડક, ધોધાજકાતનાકા)ની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા બાદ બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીજ દર અને ચાર્જ યથાવત રાખતું વીજ નિયમન પંચ: સ્માર્ટ મીટર લગાવે તેને બે ટકા રિબેટ મળશે
April 05, 2025 11:35 AMમાત્ર 25 સેકંડ અને હુથીઓ હતા ન હતા થઈ ગયા અમેરિકાનો હુથી વિદ્રોહીઓ પર વિનાશક હુમલો
April 05, 2025 11:32 AMસુવરડામાં ફાઈટર પ્લેન દુર્ઘટનાના શહીદને ગ્રામલોકોએ આપી શ્રઘ્ધાંજલી
April 05, 2025 11:30 AMધુડસીયા ગામમાં દિવાલ ઘસી પડવાના કારણે મહિલાનો ભોગ લેવાયો
April 05, 2025 11:21 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech