બાર્ટન લાઇબ્રેરી પાસે ઇદેમીલદનું જુલુસ જોવા માટે ગયેલા બે સગા ભાઇ પર પાંચ શખ્સે હુમલો કર્યો હતો. એક શખ્સે છરીથી હુમલો ને કરી યુવાનને ઇંજા પહોંચાડતા આ હુમલાના પગલે ભારે ઉત્તેજના અને દહેશત ફેલાઈ ગઈ હતી. બનાવ અંગે ગંગાજળીયા પોલીસે પાંચ શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
અરફાત હારૂનભાઈ માંડવીયા (રહે. નવાપરા)એ નોંધાવેલી ફરિયાદ મુજબ અસઝખાન, કયુમખાન, અબુસુફીયાન શેખ,ઉમેદ ઉર્ફે દાજી અને અનસ ડેરૈયાના ૧૬મીના રોજ ઇદેમીલદનું જુલુસ નિકળવાનું હોવાના કારણે ફરિયાદી તેના નાના ભાઇ આફતાબ તેમજ બહેન સાથે જુલુસ જોવા માટે ગયા હતા. તેઓ હલુરીયા ચોકથી ચાલતા ચાલતા બાર્ટન લાઇબ્રેરી પાસે ગયા હતા. બાર્ટન લાઇબ્રેરી પાસે બન્ને ભાઈ ઓટલા પર બેઠા હતા ત્યારે અસઝખાન આવ્યો હતો અને તેણે આફતાબનો કોલર પકડી નીચે ઉતારી માર માર્યો હતો અને ગાળો આપી હતી. દરમિયાનમાં અન્ય તમામ આરોપીઓ પણ ધસી આવ્યાં હતા અને તેમણે બન્ને ભાઇને માર માર્યો હતો. આરોપી કયુમખાન તેની પાસેની છરીથી આફતાબને પીઠના ભાગે ઇંજા પહોંચાડી હતી. મારામારી દરમિયાન આફતાબના ખિસ્સામાંથી પાકીટ પડી ગયું હતું જેમાં ૨૫૦૦ થી વધુની રોકડ રકમ હતી. હુમલો કરી આરોપીઓ જુલુસની ભીડમાં ઘુસી ગાયબ થઇ ગયા હતા. પોલીસે પાંચ આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech