ખંભાળિયા નજીક જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા: એક ફરાર
ભાણવડ નજીક આવેલા ડુંગરની ટેકરી વિસ્તારમાંથી સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા દરોડો પાડી, ધામણીનેસ ગામના રહીશ બધા લખમણ રબારી નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે ચલાવાતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી પોલીસે 9 બેરલમાં ભરીને રાખવામાં આવેલો 1800 લિટર દેશી દારૂનો આથો, 100 લીટર દેશી દારૂ, વિગેરે મળી, કુલ રૂપિયા 6,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ જ વિસ્તારમાં પાડવામાં આવેલા અન્ય એક દરોડામાં ધામણીનેસ ગામનો ખીમા મેરામણ રબારી ગામના શખ્સ દ્વારા ચલાવતી દેશી દારૂની ભઠ્ઠીમાંથી પોલીસે દારૂનો આથો, બેરલ વિગેરે મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે ઉપરોક્ત બંને દરોડાઓમાં આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. જેથી ભાણવડ પોલીસમાં બંને શખ્સો સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપીઓને ફરાર જાહેર કરાયા છે.
જયારે ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલા લખણાદા બારા ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી, એક મંદિર નજીક લીમડાના ઝાડ નીચે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ઉમેદસિંહ ભાવસંગજી જાડેજા, નારણજી માડમજી જેઠવા અને જામુભા રામસંગજી જાડેજા નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ, ત્રણ મોબાઈલ સહિત કુલ રૂપિયા 18,860 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન દખણાદા બારા ગામનો બળદેવસિંહ રવુભા જાડેજા નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. જે અંગે સલાયા મરીન પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech