૧.૩૮ લાખની રોકડ, વાહનો મળી ૩.૨૮ લાખનો મુદામાલ કબ્જે : એલસીબી ત્રાટકી
જામનગર તાલુકાના ખંભાલીંડાની સીમમાં વાડીની ઓરડીમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે એલસીબીએ છાપો મારીને ૯ શખ્સોને તિનપતીનો જુગાર રમતા ૧.૩૮ લાખની રોકડ, ૫ વાહનો, ૯ મોબાઇલ મળી ૩.૨૮ લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા.
રેન્જ આઇજી દ્વારા દારુ, જુગારના કેશો શોધી કાઢવા ડ્રાઇવનું આયોજન કયું હતું જેથી જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ સુચના કરતા એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ એલસીબી પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન. મોરી અને સ્ટાફના માણસો શહેર, ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા, ત્યારે એલસીબીના મયુરસિંહ પરમાર, હરદીપ બારડ તથા રુષીરાજસિંહ વાળાને બાતમી મળેલ કે, જામનગર તાબેના ખંભાલીંડાની સીમમાં મહીરાજસિંહ જાડેજા પોતાની વાડીની ઓરડીમાં ગંજીપતા વડે જુગાર રમાડી નાલ ઉઘરાવે છે.
જે હકીકત આધારે એલસીબીએ દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા ખંભાલીંડા ગામના મહીરાજસિંહ જયવંતસિંહ જાડેજા, ખેતુભા રામસંગ જાડેજા, ધ્રોલ શિવમપાર્કમાં રહેતા કાનજી મગન દલસાણીયા, વાંકીયા ગામના કારા ભીખા ઝાપડા, રાજકોટ સાગર સોસાયટી શેરી નં. ૩માં રહેતા કાંતી ડાયા ભીમાણી, ખંભાલીંડા ગામના નરેન્દ્રસિંહ રામસંગ જાડેજા, મોટી બાણુંગારના ચેતન ત્રિકુભાઇ ભેસદડીયા, જાદવજી જેસા બાંભવા, ધ્રોલ તુલશી પાર્કના શાંતી બાવનજી ગડારા નામના શખ્સોને દબોચી લીધા હતા.
દરોડા દરમ્યાન ૧.૩૮.૧૫૦ની રોકડ, તથા ૯ મોબાઇલ અને ૫ મોટરસાયકલ મળી કુલ ૩.૨૮.૬૫૦નો મુદામાલ કબ્જે કરી તમામની સામે પંચ-એમાં જુગારધારા મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી હતી, દરોડાના પગલે નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
***
સુરજકરાડીમાં વરલીનો જુગાર રમતા બે ઝડપાયા
મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાંથી પોલીસે હનીફ ઈશાક નોડે અને સબીર ઓસમાણ સમા નામના બે શખ્સોને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂપિયા ૩,૫૭૦ નો મુદ્દામાલ કબજે કરી, ગુનો નોંધ્યો હતો.
***
પવનચકકી પાસે વર્લીબાઝની અટક
જામનગરના પવનચકકી પાસે હિંગળાજ ચોકમાં રહેતા નાસ્તાની રેકડીવાળા નિરવ પ્રકાશ નંદા નામના શખ્સને અહીં રોડ પર જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા રોકડ ૧૧૪૦ અને આંકડા લખેલી ચિઠ્ઠી સાથે પોલીસે પકડી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application2024-25માં ભારતે 24.14 બિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરી
May 19, 2025 02:54 PMબાકી લેણું માગનારને માર મારી હડધુત કરવાના કેસમાં ખેડૂત નિર્દોષ
May 19, 2025 02:53 PMચીન પાકિસ્તાન માટે સ્વાત નદી પરના મોહમંદ બંધનું કામ ઝડપથી પૂર્ણ કરશે
May 19, 2025 02:51 PMઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ-વિદેશમાં થનારા ડેલીગેશનમાં યુસુફ પઠાણ સામેલ નહીં થાય
May 19, 2025 02:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech