રાજકોટ રેલવે સ્ટેશન પર બરૌની- રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં બિન વારસી હાલતમાં પડેલી પ્લાસ્ટિકની થેલીમાંથી દેશી બનાવટનો તમંચો અને બે કારતુસ મળી આવ્યા હતા. જે રેલવે એસ.ઓ.જી.ની ટીમે કબજે કરી ટ્રેનમાં હથિયાર સાથે મુસાફરી કરનાર અજાણ્યા મુસાફરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, પશ્ચિમ રેલવે પોલીસના અધિક પોલીસ મહા નિર્દેશક પરીક્ષિતા રાઠોડ, એસ.પી બલરામ મીણા, ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી રાજકોટ એસ.આર. પટેલ, પીઆઈ વી.એન. સિંગરખીયા તથા એચ.કે. શ્રીમાલીના માર્ગદર્શન અને પીએસઆઇ બી.પી.વેડગાની રાહબરી હેઠળ રેલવે એસઓજીની ટીમ રેલવે સ્ટેશન વિસ્તારમાં હથિયારધારા તથા નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા માટે તપાસમાં હતી.
દરમિયાન રાજકોટ રેલવે એસસોજીના હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા અને હિતેશભાઈ તથા ટીમ રેલ્વે સ્ટેશનને આવતી જતી ટ્રેનોમાં ચડતા-ઉતરતા પેસેન્જર ઉપર વોચ રાખી હતી. આ સમયે ટ્રેન નંબર 09570 બરોની રાજકોટ- બરૌની એક્સપ્રેસ ટ્રેનના એસ/5 અને એસ/6 બંને કોચની વચ્ચે કોરિડોરમાં નીચે એક બિનવારસી સફેદ પ્લાસ્ટિકની થેલી શંકાસ્પદ નજરે પડતા આ બાબતે સફાઈ કામદારે પોલીસને જાણ કરી હતી. જેથી તુરંત અહીં પહોંચી આ શંકાસ્પદ થેલી ખોલી તેમાં તપાસ કરતા તેમાંથી દેશી બનાવટનો તમંચો અને બે કારતુસ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ બંને કબજે કરી અહીં થેલીમાં હથિયાર સાથે મુસાફરી કરનાર અજાણ્યા મુસાફરને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech