રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠૌડ , તરફથી સુચના આપેલ હોય, જે અનુસંધાને એસ.ઓ.જી. પો.ઇન્સ એફ.એ.પારગી તથા પો.સબ.ઇન્સ બી.સી.મિયાત્રા તથા એસ.ઓ.જી શાખાના સ્ટાફ સાથે ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એસ.ઓ.જી શાખાના એ.એસ.આઈ સંજયભાઈ નિરંજની તથા પો.કોન્સ ચિરાગભાઇ કોઠીવાર તથા રઘુભાઇ ઘેડ નાઓને સંયુકત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે, મહમદં રમજાન લાખા તથા રફીકભાઇ હાલા રહે,બન્ને ધોરાજી વાળાઓ પોતાના હવાલા વાળો અશોક લેલન કંપનીનો માલવાહક ટ્રક જેના રજી.નંબર જીજે૧૪ઝેડ ૧૪૩૦ વાળામાં ગેરકાયદેસર રીતે નાર્કેાટીકસ માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખી ધોરાજી તરફ જનાર હોય, જે ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત આધારે ભડી એલ.સી.બી ઓફીસ ખાતે વોચ તપાસ ગોઠવી રેઇડ કરતા ઉપરોકત ટ્રકના કેબીનમાં ડ્રાઇવરની સીટના પાછળના ભાગેથી ગેરકાયદેસર રીતે મેફેડ્રોન(એમ.ડી.) ડ્રગ્સ તથા વનસ્પતિજન્ય(ગાંજા)ના ઘટકોવાળો માદકપદાર્થનો જથ્થો મળી આવતા ગોંડલ તાલુકા પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી અને મહમદ રમજાન યુસુફભાઇ લાખા ઉ.વ–૨૩ ધંધો–ડ્રાઇવિંગ રહે, ધોરાજી રસુલપરા,ઇદગાહની બાજુમાં જી–રાજકોટ.
રફીક મહમદં હાલા ઉ.વ–૨૮ ધંધો–ડ્રાઇવિંગ રહે, ધોરાજી જુના ઉપલેટા રોડ, નળીયા કોલોની કવાર્ટર નંબર–બી૧૨ ત્રણ માળીયા જી–રાજકોટ ને ઝડપી લીધા હતા તેમજ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ ૧૧.૯૫ ગ્રામ જેની કિંમત .૧,૧૯,૫૦૦–, વનસ્પતિજન્ય માદક–પદાર્થ ગાંજો ૪૫૪ ગ્રામ જેની કિંમત .૪,૫૪૦–, મોબાઇલ ફોન નંગ–૨ જેની કિંમત .૨૦,૦૦૦–, રોકડ રકમ પીયા–૧૩,૫૦૦– , અશોક લેલન કંપનીનો ટ્રક નંગ–૧ જેની કિંમત .૧૦,૦૦,૦૦૦– કુલ મુદ્દામાલ કિંમત –૧૧,૫૭,૫૪૦– નો મુદ્દા માલ કબજે કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech