દ્વારકાના જગતમંદિરમાં શ્રીજી ગોપાલક સ્વપનું નગરભ્રમણ: જામનગરમાં અનેક મંદિરોમાં દેવઉઠી અગીયારસ અને તુલસી વિવાહ તેમજ અન્નકુટ દર્શન યોજાયા: લોકોએ તુલસી પાસે શેરડી ધરાવીને રિઘ્ધી-સિઘ્ધી માંગી
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે દેવઉઠી અગીયારસ અને તુલસી વિવાહની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જગતમંદિરમાં પરંપરાગત તુલસી વિવાહ યોજાયો હતો, નીજ મંદિરમાં ઠાકોરજીના બાલ સ્વપ સાથે તુલસીના વિવાહ કરવામાં આવ્યા હતાં, ઠાકોરજીને સુવર્ણ બાસુરી પણ અર્પણ કરવામાં આવી હતી, જામનગર સહિત અનેક તાલુકા અને ગામડાઓમાં લોકોએ તુલસી પાસે દીપ પ્રાગટય કરીને રિઘ્ધી-સિઘ્ધી માટે પ્રાર્થના કરી હતી અને નગરમાં મોડી રાત્રી સુધી ફટાકડા ફુટયા હતાં. નીજ મંદિરોમાં દીપમાળા, અન્નકુટ દર્શન, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં, ગોમતી નદીના કાંઠે અનેક લોકોએ સ્નાન કરીને કાળીયા ઠાકોરના દર્શન કયર્િ હતાં, આમ સમગ્ર હાલારમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર ઉપરાંત કાલાવડ, જામજોધપુર, ખંભાળીયા, કલ્યાણપુર, ધ્રોલ, જોડીયા, ભાણવડ, ભાટીયા, લાલપુર, રાવલ, સલાયા, ફલ્લા અને ઓખા મંડળ વિસ્તારોમાં તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો, ભગવાન વિષ્ણુના દરેક સ્વપની ષોડશો પ્રચાર પુજા કરીને શંખ, ઘંટ અને મૃંદગના નાદ સાથે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.
દ્વારકાના જગતમંદિરમાં ભવ્ય ઉજવણી કારતક સુદ એકાદશીના શુભદિને દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજી તથા તુલસીજીના પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક લગ્ન યોજાઈ રહ્યા છે. દર વર્ષે આ દિવસે દેવઉઠી એકાદશી અથવા તો દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ચાતુમર્સિની સમાપ્તિ થાય છે અને અષાઢ સુદ અગિયારસથી સતત ચાર માસ સુધી યોગનિદ્રામાં શયન કરી રહેલા ભગવાનને જગાડવામાં આવે છે. આથી જ આ દિવસને દેવઉઠી અગિયારસ પણ કહેવાય છે. દેવશયનીથી બંધ થયેલા શુભ-માંગલિક કાર્યો દેવઉઠી એકાદશીથી પુન: શરૂ થઈ જાય છે. શહેરના માધવરાય મૅદિરમાં પણ તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
દેવઉઠી એકાદશીના અવસરે ઠાકોરજીને સુવર્ણ બાંસુરી અર્પણ
શ્રીકૃષ્ણ ભગવાનને અત્યંત પ્રિય ગણાતી વાંસળી અમદાવાદના એક ભક્ત પરિવાર દ્વારા શ્રી દ્વારકાધીશના જગતમંદિરમાં અર્પણ કરવામાં આવી હતી. આજે દેવઉઠી એકાદશીના પાવન પવિત્ર અવસરે દ્વારકાધીશના ભક્ત અને અમદાવાદના હરેકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ કાનજીભાઈ ભરવાડ પરિવાર દ્વારા કાળિયા ઠાકોરને હીરા-મોતી તથા નવરત્નથી જડિત સોનાની વાંસળી અર્પણ કરવામાં આવી હતી. દ્વારકાધીશ પ્રત્યે અનન્ય શ્રદ્ધાભાવ ધરાવતા હીરાભાઈ ભરવાડના પરિવાર દ્વારા આ પ્રસંગે દ્વારકાધીશના ઉન્નત શિખર પર નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું.
તુલસી વિવાહ નિમિત્તે જગતમંદિરમાં શ્રીજીને છપ્પન ભોગ મનોરથ
દ્વારકાધીશના જગતમંદિરમાં આજે તુલસી વિવાહ મહોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંજના સમયે જગતમંદિરમાં શ્રીજીને છપ્પનભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
દ્વારકામાં તુલસી વિવાહ પ્રસંગે શ્રીજીના ગોપાલજી સ્વરૂપનું નગરભ્રમણ
દ્વારકાધીશ મંદિર પરિસરમાં શારદાપીઠ સંચાલિત રાણીવાસના મંદિરોના પૂજારી વિજયભાઈ તથા આનંદભાઈ ઉપાધ્યાયના જણાવ્યાનુસાર, આજે સાંજે 6 વાગ્યે મંદિર પરિસરમાંના રાણીવાસમાં આવેલા ગોપાલજી સ્વરૂપનો ભવ્ય વરઘોડો વાજતે ગાજતે નિકળ્યો હતો. જે શહેરના રાજમાર્ગો પર ફરી પુન: રાણીવાસમાં પધાર્યો હતો. રાત્રિના રાણીવાસ પરિસરમાં શ્રીજીના તુલસીજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાયા હતા. જગતમંદિરમાં સાંજે ગૌધુલીક સમયે નિજમંદિરમાં ઠાકોરજીના બાલસ્વરૂપનું શાસ્ત્રોકત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તુલસીજી સાથે લગ્નોત્સવ યોજાયા હતા. આ પ્રસંગનો લહાવો લેવા બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ તથા બહારગામથી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech