અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પે શપથ લેતાની સાથે જ રશિયાને યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે અને તે જ સમયે, તેમણે ખુલ્લેઆમ ધમકી પણ આપી હતી કે જો રશિયા આવું કરશે તો તેના પર વિવિધ પ્રતિબંધો લાદવામાં આવશે. દરમિયાન, ’રાસપુટિન’ તરીકે જાણીતા એલેક્ઝાન્ડર ડુગિન, કે જેમને પુતિનના ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે કહ્યું છે કે જો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીની હત્યા અંગેની માહિતી જાહેર કરશે, તો તેમની પણ હત્યા થઈ શકે છે. ટ્રમ્પ્ના રશિયાને આપેલા અલ્ટીમેટમના થોડા કલાકો પછી જ ડુગિને આ ડરામણી ચેતવણી આપી હતી. તેમને એમ પણ જણાવ્યું હતું કે પુતિનનું આવું જ વલણ ચાલુ રહ્યું તો રશિયા અનેક ટુકડામાં વિખેરાઈ જશે
63 વર્ષીય એલેક્ઝાન્ડર ડુગિનને પુતિનના માર્ગદર્શક પણ કહેવામાં આવે છે. તે એક કટ્ટર રશિયન વિચારક છે. તેમણે કહ્યું કે કેનેડીની હત્યા અંગેના યુએસ દસ્તાવેજો જાહેર કરવાનો ટ્રમ્પ્નો નિર્ણય તેમના જીવન માટે ખતરો હતો. ટ્રમ્પ્ના આ નિર્ણયથી તેમની સામે ભારે પ્રતિકાર થશે. ડુગિને કહ્યું, મને લાગે છે કે ટ્રમ્પ સામે જોરદાર પ્રતિકાર થશે. તેમના પર હત્યાનો પ્રયાસ થઈ શકે છે અથવા આતંકવાદી હુમલો થઈ શકે છે. અમેરિકામાં સામાજિક અશાંતિ ફેલાવાની શક્યતા નકારી શકાય નહીં. ભલે તે હજુ શરૂ ન થઈ હોય, પણ આ બધું શક્ય છે.
ડુગિન એ જ વ્યક્તિ છે જેમની પત્રકાર પુત્રી ડારિયા ડુગિનની વર્ષ 2022 માં યુક્રેન દ્વારા હત્યા કરવામાં આવી હતી. ડારિયાની કાર બોમ્બથી ઉડાવી દેવામાં આવી હતી. વાસ્તવમાં આ બોમ્બ એલેક્ઝાન્ડર ડુગિન માટે રાખવામાં આવ્યો હતો પરંતુ તેની પુત્રી ડારિયા તે કારમાં બેસી ગઈ અને તેનું મોત થયું. આ હુમલાને પુતિન પર સીધો હુમલો માનવામાં આવતો હતો કારણ કે એલેક્ઝાન્ડર પુતિનની ખૂબ નજીક છે.
હવે જ્યારે ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે, જો પુતિન યુદ્ધ વિરામ માટે સંમત નહીં થાય, તો તે પોતાના હાથે રશિયાનો નાશ કરશે. કારણ કે પુતિનનો સમાધાન ન કરવાનો નિર્ણય રશિયાને મોટી મુશ્કેલીમાં મુકશે. આ યુદ્ધને કારણે રશિયન અર્થતંત્ર પણ ડૂબી રહ્યું છે અને ફુગાવો હજુ પણ એક મોટો ખતરો છે. આ સિવાય, બીજા ઘણા જોખમો છે.’’ રશિયન રાષ્ટ્રપતિ પુતિન શરૂઆતમાં આ કરાર માટે તૈયાર હતા પરંતુ પછી તેમણે રશિયાના પક્ષમાં પરિણામની માંગણી કરીને પીછેહઠ કરી. જેના કારણે રશિયા-યુક્રેન યુદ્ધ પર કરારનો મુદ્દો ફરીથી બગડ્યો.
ટ્રમ્પ્ની આ ટિપ્પણી સાથે લશ્કરી નિષ્ણાતો પણ સહમત હોય તેવું લાગે છે. યુરોપમાં યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીના કમાન્ડર તરીકે સેવા આપી ચૂકેલા નિવૃત્ત જનરલ બેન હોજેસ પણ માને છે કે રશિયા વિનાશના માર્ગ પર છે. જો તે પોતાની જાત પર કાબુ નહીં રાખે તો તેનું પતન નિશ્ચિત છે. એટલું જ નહીં, તેમણે તો એમ પણ કહ્યું છે કે રશિયાની વર્તમાન પરિસ્થિતિને જોતા, વિશ્વએ પરમાણુ અરાજકતા માટે તૈયાર રહેવું જોઈએ.ધ યુક્રેનિયન રિવ્યુ સાથેની એક મુલાકાતમાં, હોજેસે કહ્યું કે વ્લાદિમીર પુતિનનો દેશ રશિયા ટૂંક સમયમાં ઘણા નાના રાજ્યોમાં વિભાજીત થઈ શકે છે કારણ કે એકીકૃત પ્રજાસત્તાક તરીકે તેના દિવસો ગણતરીના છે. જો આવું થશે, તો તે શરણાર્થીઓની નવી લહેર અને સંભવિત પરમાણુ અરાજકતા તરફ દોરી જશે.
8 લાખથી વધુ રશિયન સૈનિકોના મોત
યુક્રેનના સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં 812,670 રશિયન સૈનિકો માયર્િ ગયા છે. જોકે, પુટિને ક્યારેય આ સંખ્યાની પુષ્ટિ કરી નથી અને આ અંગેના અંદાજો પણ અલગ અલગ હોય છે. ફેબ્રુઆરી 2022 માં શરૂ થયેલા આ યુદ્ધે માત્ર રશિયાના માનવ સંસાધનો પર જ નહીં પરંતુ તેની અર્થવ્યવસ્થા પર પણ ભારે દબાણ લાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMયુવકે પલંગને કારમાં ફેરવ્યો, ગાદલું અને ઓશીકું પણ મૂક્યું, જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા!
April 04, 2025 04:37 PMડ્રોનનો ઉપયોગ કરી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા ગુજરાત પોલીસે શરૂ કર્યો ખાસ પ્રોજેક્ટ, જાણો તેની વિશેષતા
April 04, 2025 04:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech