યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઇડ) ના 2000 કર્મચારીઓને કાઢી મૂકવા અને હજારો અન્ય કર્મચારીઓને રજા પર મોકલવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.
આ પહેલા, ઈલોન મસ્કે લાખો યુએસ ફેડરલ કર્મચારીઓને એક ઈમેલ મોકલ્યો હતો. આ કર્મચારીઓએ 48 કલાકની અંદર જણાવવાનું હતું કે તેમણે ગયા અઠવાડિયે નકામા ખર્ચ ઘટાડવા માટે શું કર્યું? હકીકતમાં, ટ્રમ્પે મસ્કને સરકારી કાર્યક્ષમતા વિભાગ (ડોઝ)ના વડા બનાવ્યા છે. મસ્કને સરકારી ખર્ચ ઘટાડવા અને નકામા ખર્ચને રોકવાની જવાબદારી સોંપવામાં આવી છે.
શુક્રવારે એક ફેડરલ ન્યાયાધીશે વહીવટીતંત્રને યુએસએઇડ કર્મચારીઓને છૂટા કરવાની મંજૂરી આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, એમ એપીના અહેવાલમાં જણાવાયું છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કાર્લ નિકોલ્સે સરકારની યોજનાને કામચલાઉ રોકવા માટેની કર્મચારીઓની વિનંતીને ફગાવી દીધી હતી.
યુએસએઇડ કર્મચારીઓને મોકલવામાં આવેલા નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 23 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:59 વાગ્યાથી, સીધા કાર્યરત યુએસએઇડ કર્મચારીઓને વહીવટી રજા પર મૂકવામાં આવશે, મિશન-આધારિત આવશ્યક કાર્યો, મુખ્ય નેતૃત્વ અને ખાસ નિયુક્ત કાર્યક્રમોમાં સામેલ કર્મચારીઓને રજા પર ઉતારવામાં નહીં આવે.
ટ્રમ્પ વહીવટીતંત્રે પહેલાથી જ યુએસએઇડના વોશિંગ્ટન મુખ્યાલયને બંધ કરી દીધું છે અને વૈશ્વિક સ્તરે હજારો યુએસ સહાય અને વિકાસ કાર્યક્રમોને અટકાવી દીધા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના બજેટ સુધારક એલોન મસ્ક કહે છે કે વિદેશી સહાય અને વિકાસ કાર્ય બિનજરૂરી ખર્ચ અને ઉદાર એજન્ડાને પ્રોત્સાહન આપે છે.
વિદેશમાં પોસ્ટ કરાયેલા કર્મચારીઓ માટેની ચિંતાઓ
યુએસએઇડ ના કર્મચારીઓ, ખાસ કરીને જેઓ વિદેશમાં તૈનાત છે, તેમણે સરકાર સમક્ષ તેમની સુરક્ષા અને સંદેશાવ્યવહાર સુવિધાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે ન્યાયાધીશ કાર્લ નિકોલ્સે કહ્યું કે વહીવટીતંત્રે તેમને ખાતરી આપી છે કે વિદેશમાં તૈનાત કર્મચારીઓને કટોકટી સંચાર સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ અંતર્ગત, ટુ-વે રેડિયો અને પેનિક બટન સુવિધા સાથેની મોબાઇલ એપ્લિકેશન ઉપલબ્ધ થશે.
યુએસએઇડ કોન્ટ્રાક્ટરોને પણ આંચકો લાગ્યો
યુએસએઇડ ના સેંકડો કોન્ટ્રાક્ટરોને પણ અચાનક કાઢી મૂકવામાં આવ્યા છે. તેમાંથી ઘણાને નામ વગરના ટર્મિનેશન લેટર મોકલવામાં આવ્યા છે. કર્મચારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આવી અસ્પષ્ટ સૂચનાથી તેમને બેરોજગારી લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક એજ્યુકેશન સેમિનાર
April 21, 2025 11:00 AMસિંહોની વસ્તી ગણતરી ૧૦થી ૧૩ મે દરમિયાન હાથ ધરાશે
April 21, 2025 10:55 AMટ્રમ્પની યમન યુદ્ધ યોજના લીક ! સંરક્ષણ મંત્રીએ પત્ની અને ભાઈના ગ્રુપમાં મોકલી
April 21, 2025 10:53 AMજી.જી. હોસ્પીટલમાં 500 બેડની સુવિધા વધશેઃ આરોગ્યમંત્રી
April 21, 2025 10:52 AMશૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના બદલે માતાનું નામ લખી શકાશે: * શરતો લાગુ
April 21, 2025 10:51 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech