ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જેમણે નવેમ્બરની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન નોમિનેશનની રેસમાં તેમના પ્રતિસ્પર્ધીઓ સાથે કોઈપણ ચચર્મિાં ભાગ લીધો ન હતો, હવે તે સીધા જ વર્તમાન ડેમોક્રેટ પ્રમુખ જો બાઈડનનો સામનો વન-ઓન-વન લાઈવ ટીવી ડિબેટમાં કરશે, જે કરોડો દર્શકો દ્વારા જોવામાં આવશે. બંને વચ્ચે પ્રથમ ચચર્િ 27 જૂને થશે.
જે ઉમેદવારનો બોલવાનો વારો છે તે સિવાય સમગ્ર ચચર્િ દરમિયાન માઈક્રોફોન બંધ રહેશે. બંને ઉમેદવારો 90 મિનિટની ચચર્િ દરમિયાન સમાન પોડિયમ પર ઊભા રહેશે. કોને પ્રથમ તક મળશે તે સિક્કો ઉછાળીને નક્કી કરવામાં આવશે. ઉમેદવારોને પેન, કાગળ, પેડ અને પાણીની બોટલ આપવામાં આવશે, પરંતુ તેઓ પ્રોપ્સનો ઉપયોગ કરી શકશે નહીં.
દરમિયાન માત્ર બે એડ બ્રેક હશે અને સ્ટુડિયોમાં કોઈ પ્રેક્ષક નહીં હોય. મે મહિનામાં, બંને બે ચચર્ઓિ, એક એટલાન્ટામાં આ મહિને સીએનએન ડિબેટમાં અને બીજી સપ્ટેમ્બર 10ના રોજ એબીસી ડિબેટમાં ભાગ લેવા સંમત થયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સમાં, ડેમોક્રેટ અને રિપબ્લિકન ઉમેદવારો માટે એક-એક ટીવી ડિબેટમાં ભાગ લેવો સામાન્ય છે. ડિબેટદરમિયાન, દરેક ઉમેદવાર તેની નીતિઓ વિશેના અઘરા પ્રશ્નોના જવાબ આપે છે. તેઓને અન્ય ઉમેદવારો સામે મુદ્દાઓ અને નીતિઓ પર તેમના વલણનો બચાવ કરવાની તક પણ મળે છે.
આ ડિબેટ દરમિયાન ઘણા મહત્વના મુદ્દાઓ પર બંને નેતાઓ બોલી શકે છે, જેમાં બાઈડનના વિષયો ગર્ભપાત અધિકારો, લોકશાહી અને અર્થતંત્ર રહી શકે છે જ્યારે ટ્રમ્પ ઇમિગ્રેશન, જાહેર સલામતી અને ઇનફલેશન પર ભાર મૂકી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech