વિશ્વના સૌથી વધુ ફોલો થતા ટિકટોક સ્ટાર ખાબી લેમને અમેરિકા છોડવું પડ્યું છે. લાસ વેગાસમાં તેમના વિઝાની મુદત કરતાં વધુ સમય રહેવા બદલ યુએસ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
જો કે અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે સેનેગલમાં જન્મેલા ઇટાલિયન નાગરિક ખાબી લેમ, જેનું પૂરું નામ સેરીંગ ખાબેને લામ છે, તેમને શુક્રવારે હેરી રીડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા આનો ફાયદો એ થશે કે તેઓ ભવિષ્યમાં ફરીથી અમેરિકા આવી શકશે.
અમેરિકાનું ઇમિગ્રેશન નિયમોના પાલન માટે કડક વલણ
25 વર્ષીય ખાબી લેમએ આ સમગ્ર ઘટના પર કોઈ જાહેર ટિપ્પણી કરી નથી. તેમનું અમેરિકા છોડવાનું કામ એવા સમયે થયું છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકામાં ઇમિગ્રેશન નિયમો કડક રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે. તાજેતરના સમયમાં, લોસ એન્જલસ સહિત ઘણી જગ્યાએ આ નીતિઓ સામે વિરોધ પ્રદર્શનો થયા છે.
ટિકટોક પર 162 મિલિયનથી વધુ ફોલોઅર્સ
ખાબી લેમે કોવિડ મહામારી દરમિયાન એવા વિડીયો દ્વારા લોકપ્રિયતા મેળવી હતી જેમાં તેમણે વિચિત્ર અને જટિલ 'લાઇફ હેક્સ' પર કંઈ પણ કહ્યા વિના રમૂજી રીતે પ્રતિક્રિયા આપી હતી. ટિકટોક પર તેમના ૧૬૨ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.તેમણે હ્યુગો બોસ સહિત અનેક મોટી બ્રાન્ડ્સ સાથે કરાર કર્યા છે અને યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર તરીકે પણ કામ કર્યું છે. તેમની અટકાયતના થોડા અઠવાડિયા પહેલા, તેઓ ન્યૂ યોર્કમાં મેટ ગાલામાં દેખાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech