સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પણ દેશના નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. જો કે ટ્રુડોએ પોતાના ટ્વિટમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પ ભૂતકાળમાં ઘણી વખત કેનેડાને અમેરિકન રાજ્ય કહી ચૂક્યા છે. હવે નવા વર્ષ પર ટ્રુડોએ ટ્રમ્પ્ને જડબાતોડ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે કેનેડા એક આઝાદ દેશ છે.
કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ એક્સ પર લખ્યું છે કે દેશભરમાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તમે ભલે દેશમાં હોય કે વિદેશમાં 2025 તમારા માટે નવા પડકારો અને તકો લઈને આવશે પરંતુ એક વાત આપણે જાણીએ છીએ કે આ દેશ મજબૂત અને આઝાદ છે અને આપણે તેને ઘર કહેતા ગર્વ અનુભવીએ છીએ. હેપી ન્યૂ યર કેનેડા.
જ્યારથી ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે ત્યારથી તેઓ કેનેડા અને ટ્રુડો વિશે કંઈક એવું કહી રહ્યા છે જેની ચચર્િ દરેક જગ્યાએ થઈ રહી છે. તાજેતરમાં જ્યારે ટ્રુડો અમેરિકા ગયા હતા અને ટ્રમ્પ સાથે તેમના ફ્લોરિડાના નિવાસ સ્થાન માર-એ-લાગોમાં ડિનર કર્યું હતું, ત્યારે ટ્રમ્પે આ ડિનરની એક તસવીર શેર કરી હતી. સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતી વખતે ટ્રમ્પે ટ્રુડોને પીએમ નહીં પણ કેનેડાના ગવર્નર કહ્યા.
એટલું જ નહીં, ટ્રમ્પે ડિનર દરમિયાન ટ્રુડોને ઓફર કરી હતી કે કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બનવું જોઈએ. જોકે આ ઓફર મજાકમાં આપવામાં આવી હતી. ટ્રમ્પે તેમની પોસ્ટમાં કહ્યું કે જો કેનેડા યુનાઇટેડ સ્ટેટ્સનું 51મું રાજ્ય બનશે તો તેમના ટેક્સમાં 60 ટકાથી વધુનો ઘટાડો થશે, તેમના વ્યવસાયનું કદ તરત જ બમણું થશે અને તેમને અમેરિકાનું લશ્કરી રક્ષણ પણ પ્રાપ્ત થશે. જે દુનિયાના અન્ય કોઈ દેશને નહીં મળે.
તેમણે વધુમાં સૂચન કર્યું કે નેશનલ હોકી લીગ (એનએચએલ)ના દિગ્ગજ વેઈન ગ્રેટ્ઝકીએ દેશનું નેતૃત્વ કરવું જોઈએ. ટ્રમ્પ્ની આ ટિપ્પણીએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક નવા પ્રકારની ચચર્નિે જન્મ આપ્યો છે. ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું આ ઈરાદાપૂર્વકનું અપમાન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech