બેડી ચોકડી પાસે ટ્રક ચાલકને રોકી તેના ગળા પર છરી રાખી કાળા કલરની વર્ના કારમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં રસ્તામાં તેની સાથે મારફટ કરી તેની પાસેથી પિયા ૧૬ હજારની લૂંટ ચલાવી હતી. લૂંટની આ ઘટનાને લઇ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.માલીયાસણ ચોકડી પાસે આ કાર નજરે પડતા તેનો પીછો કરતા આરોપીએ પૂરપાટ ઝડપે કાર હંકારી મુકતા અહીં દિવાલ સાથે કાર અથડાઈ હતી. બાદમાં પોલીસે આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બિહારના વતની સત્યેન્દ્રકુમાર જીતન પાલ (ઉ.વ ૨૮) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાળા કલરની નંબર પ્લેટ વગરની વર્ના કારમાં સવાર અજાણ્યા શખસનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા દસ વર્ષથી અરિહતં શિપિંગ એજ નામના ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કામ કરે છે. ટ્રાન્સપોર્ટની મુખ્ય ઓફિસ ગાંધીધામમાં છે. તા. ૧૬૨ ના રાત્રીના આશરે એકાદ વાગ્યા આસપાસ ટ્રાન્સપોર્ટના માલિકે યુવાનને ગાંધીધામથી બાબરા ખાતે રાધેશ્યામ કોટન નામના જીનીંગ મિલમાં કપાસ ભરવા માટે મોકલ્યો હતો.
યુવાન ટ્રક લઈ બાબરા જોવા માટે નીકળ્યો હતો રાત્રીના ૧૦:૩૦ વાગ્યા આસપાસ તે રાજકોટ પહોંચ્યો હતો અને બેડી સર્કલ બાયપાસ રસ્તે પુલ પરથી જતો હતો. ત્યારે પુલ ઉતરતા એક કાળા કલરની નંબર પ્લેટ વગરની વર્ના કાર ટ્રકને ઓવરટેક કરી આડી ઉભી રાખી દેતા ટ્રક ચાલકે પોતાનો ટ્રક રોકયો હતો. બાદમાં કારમાંથી એક શખસે ઉતરી ટ્રકની કેબીનમાં ચડી યુવાનને કહેવા લાગ્યો હતો કે, તે મારી કારમાં નુકસાન કયુ છે તું મને પૈસા દે પરંતુ યુવાને કોઈ નુકસાન કયુ ન હોય જેથી પૈસા આપવાની ના કહેતા છરી કાઢી યુવાનના ગળા પર છરી રાખી કહેવા લાગ્યો હતો કે, ચૂપચાપ પૈસા કાઢ નહીંતર છરી મારી દઈશ તેમ કહી યુવાનો ફોન છીનવી લીધો હતો અને ખિસ્સા ફંફોળતા તેમાં કોઈ પૈસા ન હોય મોબાઈલમાં ગુગલ પે ખોલી પાસવર્ડ માંગ્યો હતો જેમાં ખાતામાં પિયા ૧૬,૨૦૦ હોય જે આપી દેવાનું કહ્યું હતું. બાદમાં ટ્રક સાઈડમાં રખાવી યુવાનનું કારમાં અપહરણ કરી લઈ જઈ અડધો કલાક કારમાં ફેરવી ગ્રીનલેન્ડ ચોકડીથી શાપર તરફ જતા રોડ પર નાલાની નીચે કાર ઉભી રાખી થોડી દૂર એક દુકાન પાસે જઈ સ્કેન કરી પૈસા લઈ અહીં પરત આવ્યો હતો.
યુવાને તેને ટ્રકવાળી જગ્યાએ મૂકી જવાનું કહેતા તેને ઐંધો છરીનો ઘા મારી ઝાપટો મારી હતી. બાદમાં યુવાને ફરી આજીજી કરતા તેને ટ્રક પાસે લઈ ગયો હતો અને ધમકી આપી હતી કે, જો આ બાબતે કોઈને વાત કરીશ તો તને છરી મારી દઈશ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech