રાજકોટના બે વીમા એજન્ટના ખાતામાં લાખોના વ્યવહાર થયાનું ખુલ્યું : 3 મોબાઇલ કબ્જે લેવાયા : સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ
જામનગર નજીક ખાનગી કંપનીના કર્મચારીને પોલીસ, સીબીઆઇ અને મુંબઇ ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકેની ખોટી ઓખળ આપીને ડીજીટલ એરેસ્ટ કરી ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાનો ડર બતાવી બળજબરીથી ા. 13 લાખ પડાવી લેવાના ચકચારી પ્રકરણમાં સાયબર ક્રાઇમની ટીમે તપાસ કરીને રાજકોટના બે વીમા એજન્ટ અને એક વિધાર્થી મળી ત્રિપુટીને દબોચી લીધી છે, આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમની તપાસમાં બંને વીમા એજન્ટના ખાતામાં લાખોના વ્યવહાર થયાનું સામે આવતા આ દિશામાં તપાસનો ધમધમાટ આદર્યો છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા સાયબર ક્રાઇમને લગત ઓનલાઇન આર્થિક ઠગાઇને લગત વધતા ગુનાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુઘ્ધ તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઇ મુજબ મહતમ સાજા થાય તે હેતુથી તાબેેના જીલ્લાઓને સતતત માર્ગદર્શન આપતા રહે છે. જે અનુસંધાને જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ, ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.એ. ધાસુરા દ્વારા જરી સુચના કરવામાં આવેલ હતી.
જામનગરના એક સીટીઝન સાથે આ કામના આરોપીઓએ પોતાની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી તથા સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટીગેશન ઓફ ઇન્ડીયા અને મુંબઇ ક્રાઇમ બ્રાંચનો બનાવટી લેટર વોટસએપમાં મોકલી ફરીયાદીને એનડીપીએસના ગુનામાં ધપકડ થવાનો અને આજીવન કેદનો ડર બતાવી, ફરીયાદીને ડરાવી ધમકાવી કેસમાંથી નામ કઢાવવા પેટે 13 લાખ પીયા એ.યુ. બેન્ક એકાઉન્ટમાં બળજબરીથી ટ્રાન્સફર કરાવી ફરીયાદી સાથે ઠગાઇ કરી ગુનો કરેલ જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કલમ 388, 420, 484, 170, 120(બી) તથા આઇટી એકટ કલમ 66(સી), 66(ડી મુજબ ગુનો દાખલ થયેલ જે ઓનલાઇન ફાઇનાન્સીયલ ફ્રોડ અંગેના સાયબર ક્રાઇમને વેગ ગુનાના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હતી.
જે મુજબ સાયબર ક્રાઇમના કાભાઇ વસરા ઉપરોકત ગુના અંગેની માહિતી મંગાવી તેનુ ટેકનીકલ એનાલીસીસ કરી આરોપી રાજકોટના મવડી મેઇન રોડ, નવલગનર 3/4 ખાતે રહેતા અને વીમા એજન્ટનું કામ કરતા સાવન રસિક વણજારા, રાજકોટ બસેરા હાઇટસ, 80 ફુટ રીંગ રોડ, ફલેટ નં. 202 ખાતે રહેતા વીમા એજન્ટ ચંદ્રેશ સુભાષ ભુત અને રાજકોટ મવડી પોલીસ હેડકવાર્ટર બ્લોક 12, મ નં. 502 ખાતે રહેતા અને અભ્યાસ કરતા ભરત લવજી ગોવાણી નામના શખ્સોને પકડી પાડી આગળની ધોરણસર કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસમાં બંને વીમા એજન્ટના ખાતામાં 58 લાખના વ્યવહાર થયાનું તપાસમાં ઘ્યાને આવતા અન્ય રાજયમાં થયેલા ફ્રોડ બાબતે તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પ્રજાજોગ સંદેશમાં આવા છેતરપીંડીના બનાવોથી બચવા માટે કોઇપણ વ્યકતી અથવા સંગઠન તરફથી જો પોલીસ અથવા સરકારી વિભાગનો ડર બતાવી નાણાની માંગણી કરે તો એ પ્રક્રિયાને તાત્કાલીક શંકાસ્પદ માનવી કોઇ અજાણી વ્યકિત પોતાને સરકારી અધિકારી, બેંક અધિકારી અને અન્ય વિશ્ર્વાસપાત્ર તરીકે ઓળખાવે તો સાવચેત રહેવું ધમકી કે કાયદાકીય કાર્યવાહી કરશે તો ડરશો નહીં આવા કિસ્સામાં પોલીસનો તાકીદે સંપર્ક કરવો, ફરીયાદ માટે 1930 નંબર પર કોન્ટેક કરવો. તેમ સાવચેત રહેવા જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech