ગોંડલ ચોકડી નજીક મોડીરાત્રે ટ્રિપલ અકસ્માત: ટ્રાફિકજામ

  • June 03, 2025 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલ ચોકડી નજીક મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને બસ અથડાયા બાદ પાછળ આવી રહેલો સિમેન્ટની બોરીઓ ભરેલો ટ્રક અથડાતા પલટી ખાઈ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં ટ્રક ચાલકને સામાન્ય ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની આ ઘટના બાદ રાજકોટના પ્રવેશદ્વાર એવા ગોંડલ ચોકડી પાસે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી સ્થાનિક પોલીસ તાકીદે અહીં દોડી આવી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.


અકસમતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ગોંડલ ચોકડી પાસે ગત રાત્રે 2:30 વાગ્યા આસપાસ ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો. આ દરમિયાન સિમેન્ટની બોરીઓ ભરીને ટ્રક આવ્યો હતો જે ટ્રક પલટી ખાઈ ગયો હતો. આ ઘટનામાં ટ્રક ચાલકને ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, આ દરમિયાન ટ્રક રસ્તા વચ્ચે જ પલટી ખાઈ ગયુ હોવાથી રાત્રિના સમયે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. અકસ્માત થતા ખાનગી બસમાં સવાર મુસાફરો પણ ડરી ગયા હતા.


ઘટના બાદ વહેલી સવારે પોલીસને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ આજીડેમ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી અને રસ્તા પર પડેલા ટ્રકને સાઈડમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application