કોઠારીયા સોલ્વન્ટમાં યુવકને બે ભાઈઓ સહીત ત્રણએ ઢીકાપાટુનો મારમારી છરીનો ઘા મારી દેતા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવકે આજીડેમ પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં ભાડેથી રહેતો રમજાન નુરમહમદભાઇ સમા (ઉ.વ.25)નપ યુવક ગત સાંજે ઘર પાસે હતો ત્યારે સંજય તેનો ભાઈ દર્શન અને સાજીદ ઉર્ફે ગઠિયો ત્રણેયએ ઝગડો કરી ઢીકાપાટુનો મારમારી છરી વડે હુમલો કરતા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
યુવકએ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હું ઘરેથી જમીને ફાકી ખાવા જતો હતો ત્યારે સંજય અને દર્શન બાઇકમાં આવી મને કહેવા લાગ્યા હતા કે, તું ચોકમાં આવે છે કે અમે તારા ઘરે આવીએ બાદમાં હું ઘરે ચાલ્યો જતા બંને ભાઈઓ મારા ઘર પાસે આવ્યા હતા અને ગાળો આપવા લાગતા મેં તેને ગાળો આપવાની ના પાડતા ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતા દરમિયાન સાજીદ ઉર્ફે ગઠિયો આવી જતા બને ભાઈઓએ મને પકડી રાખ્યો હતો અને સાજીદે છરીના ઘા માર્યા હતા. દેકારો થતા આસપાસના લોકો ભેગા થઇ જતા ત્રણેય શખ્સો નાસી ગયા હતા અને મને 108 મારફતે સિવિલમાં દાખક કરવામાં આવ્યો હતો. આ હુમલો કરવા પાછળનું કારણ એવું છે કે, અગાઉ બાજુમાં રહેતા પ્રવિણભાઈને સંજય સાથે માથાકૂટ થઇ હતી ત્યારે પ્રવિણભાઈને હું હોસ્પિટલએ લઈ ગયો હતો જે વાતનું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો. પોલીસે યુવકની ફરિયાદ પરથી ત્રિપુટી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech