ભારત સરકાર સાથે દોઢસો કરોડની છેતરપીંડી, વિશ્ર્વાસઘાત કરનાર તથા બોગસ દસ્તાવેજ–સ્ટેમ્પ બનાવનાર ટોળકી તથા સુરતના બોગસ હથિયાર લાયસન્સના ગુનામાં ફરારી આરોપીઓને જામનગર એસઓજીની ટુકડીએ દબોચી લીધા છે, સીટની તપાસમાં બોગસ પેઢીઓના નામે બોગસ બિલીંગ કર્યાનું ખુલવા પામતા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. જામનગરના ત્રણેય શખ્સોને પકડી ૧૫.૫૦ લાખનો મુદામાલ કબ્જે કરી રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
જામનગર સીટી–સી ડીવીઝનના બીએનએસ કલમ ૩૧૬(૨), ૩૧૬(૫), ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૧(૧), ૩૪૧(૨), ૩૪૧(૩), ૩૪૧(૪), ૬૧ મુજબ અને સુરત શહેર ડીસીપી ક્રાઇમ પોલીસ સ્ટેશનના બીએનએસ કલમ ૩૩૬(૨), ૩૩૭, ૩૩૮, ૩૩૯, ૩૪૧, ૫૪ તથા આમ્ર્સ એકટ મુજબના ગુનાના આરોપીઓ સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા તથા મયુરસિંહ ભરતસિંહ સોઢા અને વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા વિરુધ્ધમાં ઉપરોકત મુજબના ગુનાઓ દાખલ થયા હતા. જેમાં આરોપીઓએ ફરીયાદી તથા કાયદાથી સ્થાપીત ભારત સરકાર સાથે વિશ્ર્વાસઘાત–છેતરપીંડી કરી ગંભીર ગુનો આચર્યેા હોય અને ગુનો કરી આરોપીઓ નાશી ગયા હતા.
દરમ્યાન આ ગુનાની ગંભીરતા ધ્યાને લઇને સચોટ તપાસ કરવા માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ સીટની રચના કરી હતી તેમજ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ આરોપીને તાત્કાલીક પકડી પાડવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા.
આરોપીઓ વિરૂધ્ધમાં સીટની ટીમના મુખ્ય તપાસ અધિકારી પીએસઆઇ આર.ડી. ગોહીલ દ્રારા આ અંગે તપાસ હાથ ધરતા આરોપીઓની પેઢીઓની તપાસ કરતા બોગસ સ્ટેમ્પ તથા નોટરી કરાર અને ડમી સીમકાર્ડ તથા બોગસ પેઢીઓના નામે બોગસ બિલીંગ કર્યાનું ખુલવા પામ્યુ હતું જેથી ફરાર આરોપીઓને પકડી પાડવા જામનગર એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરીની સુચનાથી એસઓજીની ટીમ દ્રારા ફરારી આરોપીઓને કચ્છ આડેસર ચેકપોસ્ટ ખાતેથી પકડી પાડયા હતા.
પકડાયેલ આરોપીઓમાં મુળ ઉપલેટાના રાજપરા ગામના હાલ જામનગર પંચવટી સોસાયટી મેઇન રોડ, ઓશીયન સોલીટેર એપાર્ટમેન્ટ ફલેટ ૫૦૧માં રહેતા વેપાર કરતા વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા, મુળ ઢંઢા ગામના હાલ મચ્છરનગર શેરી ન.ં ૪, રૂમ ન.ં ૧૮મા રહેતા પ્રાઇવેટ નોકરી કરતા મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ સોઢા અને મુળ કાલાવડ તાલુકાના ભાવભી ખીજડીયા હાલ પટેલ કોલોની શેરી ન.ં ૧૧૧ સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ ફલેટ ૩૦૧ ખાતે રહેતા સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા આ ત્રણેયને પકડી તેની પાસેથી ૧૫.૫૦ લાખનો મુદામાલ કબ્જે કર્યેા હતો અને આગળની કાર્યવાહી માટે સીટી–સી ડીવીઝન પોલીસને સોપી આપ્યા હતા.
આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ જોઇએ તો મયુરસિંહ સોઢા વિરૂધ્ધ જામનગર સીટી–બી ડીવીઝનમાં પ્રોહીબીશન સહિતના ૬ ગુના અને પંચ–બીમાં આમ્ર્સ એકટ તથા સત્યજીતસિંહ જાડેજા વિરુધ્ધ પંચ–બીમાં આઇપીસી ૩૮૬, ૩૯૨, ૫૦૬(૨), આમ્ર્સ એકટ તથા મનીલેન્ડ એકટ અને સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં તેમજ વનરાજસિંહ વાળા વિરુધ્ધ જામનગર સીટી–બીમાં આમ્ર્સ એકટ સહિતના ચાર, જોડીયા, પંચ–બી અને સુરત ડીસીબી પોલીસ સ્ટેશનમાં બીએનએસ તથા આમ્ર્સ એકટ મુજબના ગુના નોંધાયેલા છે. આ કાર્યવાહી પીઆઇ બી.એન. ચૌધરી, પીઆઇ એન.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ઝેર, પીએસઆઇ ગોહિલ તથા એએસઆઇ કિશનભાઇ, સુખદેવસિંહ, ધર્મેશભાઇ તેમજ એસઓજી ટીમ દ્રારા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech