વીર જવાનોના સાહસને બિરદાવવા બાલંભામાં તિરંગા યાત્રા

  • May 23, 2025 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાલંભા મુકામે તારીખ 21.5.25.ના રોજ ભાજપ કાર્યકરો દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના માન સન્માનને વધાવવા ભારત માતાકી જયના નાદો સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર ને સફળતાપૂર્વક પાર પાડી ભારતીય સેનાએ આખી દુનિયામાં પોતાના શૌર્યનો ડંકો વગાડ્યો છે સેનાના વીર જવાનોના આ પદમ્ય સાહસને બિરદાવા માટે બાલંભા ભાજપ કાર્યકરો દ્વારા એક સિંદુર યાત્રા નું આયોજન કરેલ જેમાં જોડીયા તાલુકા પંચાયત પ્રમુખ રસીલાબેન ચનિયારા જામનગર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબેન અઘેરા જામનગર જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય જેઠાલાલ અઘેરા તેમજ જોડીયા તાલુકા ભાજપ મહામંત્રી મિતેશભાઈ રાઘવાણી બાલંભા ગામ પંચાયતના સરપંચ. ઉપસરપંચ તેમજ બાલંભા ભાજપ કાર્યકરો ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application