આજથી 3 દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. જેમાં તેઓ વધુ એક વખત જામનગરના મહેમાન બનવાના છે અને મોડી સાંજે જામનગર પહોંચ્યા બાદ સર્કીટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. પીએમ મોદી આજે જામનગર તો આવતી કાલે સાસણ ગીરની મુલાકાત લેશે. એટલું જ નહીં, પીએમ મોદી સોમવારે સોમનાથ મહાદેવનાં દર્શન કરવા જશે. વડાપ્રધાનની જામનગર પ્રવાસના પગલે તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
વડાપ્રધાનના આગમનની તૈયારીઓ છેલ્લા ચાર-પાંચ દિવસથી ચાલી રહી છે અને મેગા રીહર્સલ થયા છે. જેમાં વડાપ્રધાન જે રૂટ પરથી પસાર થવાના છે તેનું કોનવે રીહર્સલ પણ થયું હતું તેમજ એ રસ્તા પર મોટા બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાનના સિંહ અને હાથી સાથેના ફોટાવાળા વનતારાના બેનરો રસ્તાની બંને બાજુએ લગાવવામાં આવ્યા છે. વડાપ્રધાનનું સ્વાગત મુખ્યમંત્રી સહિત મહાનુભાવો દ્વારા કરવામાં આવશે અને જ્યાં વડાપ્રધાન રોકાવાના છે ત્યાં સર્કીટ હાઉસ ખાતે અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે.
વડાપ્રધાનના કાર્યક્રમની સત્તાવાર વિગતો અને મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ જાહેર કરવામાં નથી આવ્યો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નક્કી થયા પ્રમાણે એરફોર્સના ખાસ વિમાનમાં જામનગર આવ્યા બાદ વડાપ્રધાન સર્કીટ હાઉસ પહોંચશે અને આ દરમ્યાન રસ્તામાં બન્ને તરફ લોકો ઉભા રહીને હંમેશની જેમ વડાપ્રધાનનું ઉમળકાભેર સ્વાગત કરશે, નરેન્દ્રભાઇ મોદી લોકોનું અભિવાદન ઝીલશે અને જાણવા મળ્યા મુજબ આજે તેઓ જામનગરના રાજવી જામશત્રુશલ્યસિંહ મહારાજને જન્મદિનની શુભેચ્છા આપવા માટે એમના બંગલે જવાના છે.
જો કે આ અંગેની પણ કોઇ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી પરંતુ જે રીતે જામસાહેબના બંગલાની બહાર તૈયારીઓ કરવામાં આવી છે, બેરીકેટ બંધાયા છે અને આજે તીથિ મુજબ જામસાહેબના જન્મદિનની ઉજવણી હોવાથી જે તૈયારીઓ થઇ છે તેને જોતા વધુ એક વખત જામનગરના રાજવી સાથે વડાપ્રધાનની યાદગાર મુલાકાત થવાની છે.
રાત્રિ રોકાણ સર્કીટ હાઉસમાં કરશે એ દરમ્યાન વડાપ્રધાન સ્થાનિક ભાજપના કોઇ વર્તુળોને મળશે કે કેમ ? અને અહીં રોકાણ દરમ્યાન એમને મળવા કોઇ આવશે કે કેમ ? તેની પણ કોઇ વિગતો હાલ જાહેર કરવામાં આવી નથી, સુરક્ષાના ભાગપે કાર્યક્રમની વિગતો કદાચ વડાપ્રધાનની મુલાકાત બાદ સત્તાવાર રીતે આપવામાં આવશે, આજ સવારથી જ સર્કીટ હાઉસને અભેદ્ય કિલ્લેબંધીમાં ફેરવી નાખવામાં આવ્યું છે અને તમામ પ્રકારની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
આવતીકાલે સવારે વડાપ્રધાન રિલાયન્સના વનતારા ખાતે મુલાકાતે જવાના છે એવું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અને ત્યાં નિર્માણ પામેલા કોઇ વિશેષ પ્લાન્ટનું સંભવત: વડાપ્રધાનના હસ્તે ઉદ્દઘાટન થવાનું છે તેવી વાત પણ ચર્ચાઈ રહી છે, વડાપ્રધાન આવી રહ્યા હોવાથી સ્વાભાવિક રીતે રિલાયન્સના મુકેશભાઇ અંબાણી સહિતના અંબાણી પરિવાર પણ વનતારા ખાતે ઉપસ્થિત રહેશે.
ત્યાંથી વડાપ્રધાનનો કાફલો સીધો ગીર જવા રવાના થશે અને ગીરમાં વન વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના છે, ગીરના કાર્યક્રમ પછી ફરી વડાપ્રધાન જામનગરથી ઉડાન ભરશે કે કેમ? તેની કોઇ સત્તાવાર વિગતો અપાઇ નથી પરંતુ જે રીતે આજ સાંજથી આવતીકાલ સાંજ સુધી માર્ગોને બંધ કરવામાં આવ્યા છે તેના પરથી એવું લાગે છે કે વડાપ્રધાન જામનગરથી જ પરત દિલ્હી જવા રવાના થશે.
મોડી સાંજે જામનગર પહોંચી ગયા બાદ પ્રોટોકોલ મુજબ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, મંત્રીઓ મુળુભાઇ બેરા, રાઘવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યા દિવ્યેશભાઇ અકબરી, મેઘજીભાઇ ચાવડા, પબુભા માણેક, મેયર વિનોદભાઇ ખીમસૂર્યા સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા સહિતના મહાનુભાવો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે, આ સંબંધે આજ બપોર સુધી કોઇ વિગતો જાહેર કરાઇ નથી, પરંતુ નિયમ મુજબ ઉપરોકત આગેવાનો સ્વાગત માટે જઇ શકે છે.
બીજી બાજુ ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય, એડીશનલ ડીજી રોશન, જામીર, આઇજી અશોક યાદવ ઉપરાંત જિલ્લા કલેકટર કેતન ઠક્કર, મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદી, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ સહિતના અધિકારીઓ પણ વડાપ્રધાનના સ્વાગત માટે સંભવત: ઉપસ્થિત રહી શકે છે.
આજ સાંજે ૪ કલાક બાદથી વડાપ્રધાનના રૂટ પરના સંખ્યાબંધ માર્ગ બંધ કરી દેવામાં આવશે, ગઇકાલ રાતથી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાનું રીહર્સલ કરાયું હતું, કોનવેનું પણ રીહર્સલ થયું હતું, વડાપ્રધાન રાત્રિ રોકાણ કરવાના હોવાથી ભારે થનગનાટ ફેલાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આશ્રિત બાળકો અને વડીલો સાથે મનાવ્યું ધુળેટીનું પર્વ
March 15, 2025 01:31 PMજામનગર તાલુકાના મોરકંડા ગામે જૂથ અથડામણ, એક યુવકનું મોત
March 15, 2025 01:11 PMદ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
March 15, 2025 01:09 PMનકલી બોસ બનીને કંપનીના એકાઉન્ટ ઓફિસર સાથે 2 કરોડ રૂપિયાની ઠગાઈ
March 15, 2025 12:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech