આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગર ખાતે અસ્થિસંધાન વિભાગ દ્વારા સપ્તાહમાં ત્રણ દિવસ સોમ, બુધ અને શુક્રવારે હાડકાં સંબંધી બાબતો માટે નિ:શુલ્ક નિદાન અને સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવી છે, જેમાં શહેરના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડૉ. એમ. એસ. ડાંગર પણ પોતાની વિશેષ સેવા આપશે.
અહીં સાંધા અને હાડકાંની તકલીફ જેવી કે, ગરદન, કમર, ખંભોનો દુ:ખાવો હાથ-પગમાં ખાલી ચડવી અને બળતરા થવી, સાંધામાં પાણી ભરાવું, પગના મરોડ વગેરેની સારવાર તથા ફ્રેકચરની સારવાર માટે કાચા અને પાકા પ્લાસ્ટર અને ઓપરેશનની સુવિધા, સાંધાના ખડી જવાની તકલિફની સારવાર આપવામાં આવશે.
આ માટે દરદીએ અસ્થિસંધાન વિભાગ ઓ.પી.ડી. નંબર ૧૯, પંચકર્મ ભવન, યુ.જી. હોસ્પિટલ, ધન્વંતરી પરિસર, હનુમાન ગેઇટ પોલીસ ચોકી પાસે, આઇ.ટી.આર.એ. પરિસર ખાતે દર સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧ દરમિયાન સંપર્ક કરવા અને નિદાન સારવારનો લાભ લેવાં આઇ.ટી.આર.એ.ના ઇન્ચાર્જ નિયામક પ્રો. બી. જે. પાટગીરી દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.