રાજકોટ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા વધુ સુદ્રઢ બને તેમજ શહેરમાં પ્રદુષણ ઘટે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ મહાપાલિકાને ૨૦૦થી વધુ નવી ઇલેક્ટ્રિક અને સીએનજી બસો ફાળવવામાં આવી છે પરંતુ મહાપાલિકા તંત્ર સિટી બસોના સંચાલનમાં નિષ્ફળ રહેતા નવી સિટી બસો તેની સુવિધાપ્રદ મુસાફરીને બદલે અકસ્માતો તેમજ ડ્રાઇવર કંડક્ટરો દ્વારા અવાર નવાર કરાતી માથાકૂટોના કારણે લગાતાર ચર્ચામાં રહે છે. રાજકોટવાસીઓમાં એવો સવાલ ચર્ચાઇ રહ્યો છે કે બેફામ સ્પીડથી સિટી બસ ચલાવતા ડ્રાઇવરો શું પહેલા મોતના કુવામાં મોટરસાયકલ ચલાવતા હતા ? વર્ષ-૨૦૨૫ના પ્રારંભે છેલ્લા બે મહિનામાં સિટી બસે ત્રણ અકસ્માત સર્જ્યા છે જેમાં બેના મોત નિપજ્યા છે.
રાજકોટ મહાપાલિકા તંત્રએ સિટી બસ અમારી, જોખમી સવારી, અકસ્માત સર્જાય તો જવાબદારી તમારી તેવું નવું સૂત્ર અપનાવ્યું હોય તે રીતે સેવાનું સંચાલન થઇ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે નવી આધુનિક બસો ફાળવ્યા બાદ તો ડ્રાઇવરો બેફામ બન્યા છે અને શહેરીજનો સિટી બસથી ભયભીત બન્યા છે. અગાઉ ડીઝલ બસો દોડતી ત્યારે તો દરેક સિટી બસની પાછળ આપનું વાહન દૂર રાખો તેમજ જો ડ્રાઇવર સલામત રીતે બસ ચલાવતો ન હોય તેમ જણાય તો મહાપાલિકાના કોલ સેન્ટર ઉપર જાણ કરો તેવું લખાણ લખાતું હતું પરંતુ હવે નવી બસોમાં તો આવું લખાણ લખવાનું પણ બંધ કરાયું છે. એક તરફ મહાપાલિકા તંત્રએ સિનિયર સિટીઝન્સ માટે સિટીબસમાં લાઇફ ટાઇમ ફ્રી મુસાફરીની સ્કિમ જાહેર કરી છે અને બીજી બાજુ સિનિયર સિટીઝન્સ સિટી બસમાં બેસતા પણ ડરે તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. મહાપાલિકા તંત્ર તાકિદે બેઠક યોજીને સિટી બસોના ડ્રાઇવરો માટે કડક સૂચનાઓ જારી કરે તેવી તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.
રેલનગર અકસ્માત
રાજકોટ મહાપાલિકાની સિટી બસએ થોડા દિવસો પૂર્વે રેલનગર મેઇન રોડ ઉપર સાંજના સમયે ભયાનક અકસ્માત સર્જ્યો હતો અને તેમાં બેના મોત નિપજ્યા હતા.સિટી બસના વયોવૃદ્ધ ડ્રાઇવરને ચાલુ બસે એટેક આવી જતા તેણે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવીને ટુવ્હિલરને હડફેટે લીધું હતું જેમાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય એકને ઇજા પહોંચી હતી.
બજરંગવાડી અકસ્માત
સિટી બસના અકસ્માતનો અન્ય બનાવ બે દિવસ પૂર્વે જ બજરંગવાડી મેઇન રોડ ઉપર બન્યો હતો જેમાં પુરપાટ ઝડપે દોડતી સિટી બસએ એક્ટિવાસ્વાર યુવતીને હડફેટે લેતા ઇજા પહોંચી હતી. અલબત્ત અહીં તંત્રવાહકોએ બ્લેક સ્પોટ હોવાને કારણે આ અકસ્માત સર્જાયાનું ગાણું ગાયું હતું પરંતુ સિટી બસની સ્પીડ મર્યાદિત રાખવા કે ડ્રાઇવરને ઠપકો કે નોટિસ આપવા જેવી કોઇ કાર્યવાહી કરાઇ ન હતી.
ટાગોર રોડ અકસ્માત
શહેરના મહિલા કોલેજ અન્ડર બ્રિજનો ઢાળ ચડતી વેળાએ ટાગોર માર્ગ ઉપરના કોસ્મો કોમ્પ્લેક્સ નજીક નવી ઇલેક્ટ્રિક બસનું આગળનું ટાયર ધડાકાભેર ફાટતા સ્હેજમાં અકસ્માત સર્જાતા રહી ગયો હતો અને તત્કાલ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા ત્યારબાદ કલાકો સુધી સિટી બસ રોડ ઉપર પડી રહી હતી. અહીં બસનું ટાયર ફાટ્યાનું શૂટિંગ અને ફોટોગ્રાફી કરી રહેલા નાગરિકો સાથે સિટી બસના હેલ્પર (કંડકટર)એ માથાકૂટ કરી હતી.
બીઆરટીએસ રૂટ
જ્યારે સૌથી છેલ્લે તા.૧ને શનિવારે સાંજે બીઆરટીએસ રૂટ ઉપર માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી તરફ જતી ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરે તો મુસાફરોના જીવ જોખમમાં મૂકી અયોધ્યા ચોક નજીક ચાલુ બસે સ્ટિયરિંગ છૂટું મૂકીને માવો-ફાકી બનાવી હતી અને આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ડ્રાઇવરને તો હાલ બરતરફ કરાયો છે પરંતુ જો અહીં અકસ્માત સર્જાયો હોત તો શું સ્થિતિ સર્જાઇ હોત તેની કલ્પના કરવી મુશ્કેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવેસ્ટ ટુ એનર્જી કંપની બંધ થતાં જામ્યુકોને નુકશાન
May 19, 2025 10:41 AMજામનગરમાં છેલ્લા બે દિવસથી કોર્પોરેશનની નોટીસ બાદ દબાણો દૂર થતાં રાહત
May 19, 2025 10:38 AMહાપા રેલ્વે સ્ટેશન: જામનગરના ઔદ્યોગિક કોરિડોરનું આધુનિક પ્રવેશદ્વાર
May 19, 2025 10:37 AMકાલાવડના અરજદારની ડીલે કોન્ડોન કરવાની રીવીઝન રદ કરતા કલેક્ટર
May 19, 2025 10:33 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech