ગેસ કેડરના ૨૫ જેટલા ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની બે દિવસ પહેલા બદલી થયા પછી રાતોરાત તેમાં ચાર ઓર્ડર રદ કરાયા છે. યારે બદલી કરવામાં આવી ત્યારે જોઇનિંગ પિરિયડ ભોગવ્યા વગર તાત્કાલિક હાજર કરવા થઈ જવા આદેશો કરાયા હતા અને તે મુજબ અધિકારીઓ નવી જગ્યાએ હાજર થવાની તૈયારી કરતા હતા ત્યાં જ ચાર અધિકારીઓને તમારી બદલી કેન્સલ કરવામાં આવી છે તેવી જાણ કરવામાં આવી હતી.
ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોય અથવા તો વતનના જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓની બદલી કરવાની સૂચના ચૂંટણી પંચે આપી છે. લાંબા સમય સુધી તે અંગે કોઈ નક્કર કાર્યવાહી ન કરાયા પછી એકાએક સરકાર જાગી છે અને ઉતાવળે બદલ્યો થઈ રહી છે. તેમાં લોચા પડતા હોવાથી છેલ્લી ઘડીએ બદલીના ઓર્ડર રદ કરવા પડે છે. બે દિવસ પહેલા ૨૫ ડેપ્યુટી કલેકટરોની બદલી કરવામાં આવી હતી. તેમાં મહેસાણા જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ રોનક જે. શાહ, ધોરાજીના પ્રાંત અધિકારી જયસુખ લીખીયા, પંચમહાલના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પી.એચ.પટેલ, નવસારીના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પી.કે.ડામોરના બદલીના હત્પકમો રદ કરવામાં આવ્યા છે. આ તમામને તેમની હાલની મૂળ જગ્યાએ ચાલુ રહેવા સરકારે સૂચના આપી છે.દરમિયાનમાં આજે ગઈકાલે મોટી સાંજે સરકારે વધુ ૭ ગેસ કેડરના ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની બદલી કરી છે. આ તમામ અધિકારીઓને પણ જોઇનિંગ પિરિયડ ભોગવ્યા વગર તાત્કાલિક હાજર થઈ જવા માટે સૂચના આપવામાં આવી છે. બદલીના આ હત્પકમમાં સૌરાષ્ટ્ર્ર કચ્છના એક પણ અધિકારીનો આ વખતે સમાવેશ કરાયો નથી કે બદલી કરાયેલા કોઈ અધિકારીને સૌરાષ્ટ્ર્ર કચ્છમાં પોસ્ટિંગ અપાયું નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech