નવા ડીએમસી ડી.એ.ઝાલાની નિમણુંક: જાડામાં જગ્યા ખાલી: જિલ્લા પંચાયત, મામલતદાર અને આરએન્ડબીમાં પણ કેટલાક અધિકારીની બદલી
જામનગર મહાપાલિકામાં ડીએમસી લાંબો સમય રહેતા નથી તે વાત ફરીથી સાચી ઠરી છે, હજુ થોડા દિવસ પહેલા જ આવેલા યોગીરાજસિંહ ગોહિલની ગઇકાલે ગાંધીનગર કોર્પોરેશનમાં પ્રોજેકટમાં ડે.કમિશ્નર તરીકે બદલી થઇ છે, જયારે તેની જગ્યાએ ડી.એ.ઝાલાની ડીએમસી તરીકે નિમણુંક થઇ છે, બીજી તરફ જાડાના ચીફ એકઝી.ઓફીસર જીગ્નાશાબેન ગઢવીની સૌરાષ્ટ્ર-કચ્છ ઇરીગેશન ખાતામાં અધિક કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે, જો કે તેમની જગ્યાએ કોઇને નિમણુંક આપવામાં આવી નથી.
ગઇકાલે સરકારે મામલતદાર, જિલ્લા પંચાયત અને આરએન્ડબીમાં પણ કેટલીક બદલીઓ કરી છે જેમાં બાબુભાઇ પાંભરને જામનગરથી મા.મ.પે.વી. વલભીપુર, ધવલ વારા અ.મ.ઇ. ખંભાળીયાને જામનગરમાં હેલ્થ, પ્રવિણ પરમારને અ.મ.ઇ. ખંભાળીયાથી દ્વારકા, દિલીપ ડાભીને જિલ્લા પંચાયતમાંથી મામલતદાર પે.વી. ખંભાળીયા, ધીરજ ચોપડાને દ્વારકા પંચાયતમાંથી મા.મ.પે.વી. દ્વારકા, હિતેશ શિયાળને જિલ્લા પંચાયત દ્વારકામાંથી પંચાયત મા.મ.પે.વી. જામજોધપુર, દ્વારકાના મામલતદાર વી.એમ.ખાનપરાને કલેકટર કચેરી દ્વારકા, આસી.ઇલે.કમિશ્નર બી.વી.ચાવડાને કલ્યાણપુર મામલતદાર, બી.એ.ઠાકોરને ચૂંટણી શાખામાંથી બદલી કરવામાં આવી છે, જો કે તેને વેઇટીંગમાં રાખવામાં આવી છે, આમ ચૂંટણી જાહેર થાય તે પહેલા બદલીનો દૌર શરુ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચાર મહિના પછી બિટકોઈને બનાવ્યો રેકોર્ડ, હવે આટલી થઈ ગઈ છે કિંમત
May 21, 2025 10:26 PMદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech