પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહેતી અભિનેત્રીની ફિલ્મ ઘૂસપેઠિયાં 9મીએ થીયેટરમાં
બૉલીવૂડની જાણીતી યંગ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની પ્રૉફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે ઉર્વશી લાવી રહી છે રોમાંચ અને રોમાન્સથી ભરપૂર મૂવી, 9 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે અને તેનું ટ્રેલર રીલીઝ કરી દેવામાં આવ્યું છે.જેના પર ફેન્સ આક્રમક પ્રતિક્રિયા આપી રહ્યા છે.
બૉલીવૂડની જાણીતી યંગ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની પ્રૉફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે છે. સોશ્યલ મીડિયા પર ઉર્વશીના ફેન્સ ઘણીવાર તેનું નામ જાણીતા ક્રિકેટર ઋષભ પંત સાથે જોડતા જોવા મળે છે. હાલમાં જ ઉર્વશીનો પ્રાઈવેટ વીડિયો વાયરલ થયા બાદ ઘણો હોબાળો થયો હતો. હવે આ વીડિયો અંગે મોટો ખુલાસો થયો છે.
ખરેખરમાં, વાયરલ વીડિયોમાં પાછળથી ખબર પડી કે લીક થયેલો વીડિયો ઉર્વશીનો પ્રાઈવેટ વીડિયો નથી પરંતુ પ્રમૉશનલ વીડિયો હતો, જે ઉર્વશીની આગામી ફિલ્મ ઘૂસપેઠિયાંનો એક પાર્ટ છે. જાણવા મળી રહ્યું છે કે ઉર્વશીની આગામી ફિલ્મ ઘૂસપેઠિયાં 9 ઓગસ્ટના રોજ રીલિઝ થવા જઈ રહી છે. ઉર્વશીની આ બહુપ્રતિક્ષિત ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે. જે બાદ લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.
જ્યારથી નિર્માતાઓએ ઘૂસપેઠિયાંનું ટ્રેલર રિલીઝ કર્યું છે, ટ્રેલરથી સ્પષ્ટ છે કે વિનીત કુમાર સિંહ અને ઉર્વશી રૌતેલા ફિલ્મમાં પતિ-પત્નીની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય ઓબેરોય વિલનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની સ્ટૉરી સોશિયલ મીડિયાના કારણે પતિ-પત્નીની જિંદગી કેવી રીતે બરબાદ થઈ જાય છે તેના પર આધારિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech