વલસાડના કપરાડા તાલુકાના રોહીયાળ તલાટ ગામે એક ગોઝારી ઘટના બની છે. પાંડવ કુંડમાં ડૂબી જવાથી 4 લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો છે.
વાપીની કેબીએસ કોલેજના યુવક-યુવતીઓનું ગ્રુપ પાંડવ કુંડ ફરવા ગયું હતું. આઠ વિદ્યાર્થીઓ રીક્ષા લઈને ફરવા ગયા હતા. મૃતકોમાં 2 યુવક અને 2 યુવતીઓનો સમાવેશ થાય છે અને તેઓ કોલેજના વિદ્યાર્થીઓ હતા.
બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. એક સાથે 4 લોકોના મોતથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
સ્થાનિકો અને પ્રવાસીઓ માટે ચેતવણી
પાંડવ કુંડ એક સુંદર સ્થળ છે, પરંતુ તે ખતરનાક પણ છે. અહીં અવારનવાર ડૂબવાની ઘટનાઓ બનતી રહે છે. સ્થાનિકો અને પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લેતી વખતે સાવચેતી રાખવી જોઈએ.
શું પાંડવ કુંડ પર સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે?
સ્થાનિક લોકોનું કહેવું છે કે પાંડવ કુંડ પર કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી. અહીં કોઈ લાઈફગાર્ડ નથી અને કોઈ ચેતવણીનું બોર્ડ પણ નથી. જેના કારણે આવી ઘટનાઓ બનતી રહે છે.
1)ધનંજય લીલાઘર ભોગલે
2)આલોક પ્રદીપ શાહે
3)અનિકેલ સિંગ
4)લક્ષમાનપુરી ગોસ્વામી
રીક્ષા ચાલક દેવરાજ વાનખેડે સારવાર હેઠળ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરનો યુવક શરીરે 10 કિલો સાંકળ બાંધી ફૂલડોલ ઉત્સવમાં પદયાત્રી બની થયા રવાના
March 11, 2025 12:57 PMજામનગર: ફલ્લા ગામ નજીક આવેલ ચેકડેમો ભરવા કંકાવટી ડેમમાથી પાણી છોડવામાં આવ્યું
March 11, 2025 12:55 PMજામનગર: લાલપુરમાં ટ્રક પલટી જતા મોટી જાનહાની ટળી
March 11, 2025 12:44 PMજામનગર: ટાઉનહોલ સર્કલમાં કુખ્યાત બનેલી ટોળકીનો આંતક યથાવત
March 11, 2025 12:25 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech